SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ આત્મજ્ઞાન અને સાધનાપથ જોઈએ. અન્ય પ્રવૃત્તિ દરમ્યાન પણ અંતરમાં જાગ્રત રહીને પૂછો કે “આ કોણ કરી રહ્યું છે?' ક્રોધ, હર્ષ, શોક આદિ કોઈ લાગણી ઊઠે ત્યારે પણ જાગ્રત બની અવલોકન કરો કે આ લાગણી કોને ઊઠે છે? પ્રસન્ન કે ખિન્ન કોણ થઈ રહ્યું છે? પ્રત્યેક વિચાર-વિકલ્પ ઊઠતાં જ, જાગ્રત રહી, પ્રશ્ન કરો કે તે વિચાર કોણ કરે છે?—આ જાતનો બૂહ મોહ સાથેના સંગ્રામમાં તમારો જય નિશ્ચિત બનાવે છે. સતત નિરંતર ચાલુ રહેતા “આત્મવિચાર” દ્વારા આત્મજાગૃતિ વધે છે અને દેહાત્મબુદ્ધિ મોળી પડતી જાય છે; પરિણામે “અહનું બહુધા અનુત્થાન અને સંકલ્પ-વિકલ્પની અલ્પતા સહજ બને છે. - આ પ્રક્રિયાની વિશેષતા એ છે કે એના અભ્યાસના પ્રારંભથી જ દહાત્મબુદ્ધિ ઉપર પ્રહાર થતો રહે છે, તેથી એના દ્વારા એકાગ્રતાનો અભ્યાસ, ચિત્તની શુદ્ધિ અને મોહનો હાસ સાથોસાથ થતાં રહે છે. નિજ શુદ્ધ જ્ઞાયક સ્વરૂપ સાથેનું અનુસંધાન રોજિંદા જીવનવ્યવહારની અનેકવિધ પ્રવૃત્તિઓ, સંપક, વાતચીત અને વિચારણા દ્વારા આપણા ચિત્ત ઉપર એક પ્રકારનું મોહનું જે ધુમ્મસ છવાતું રહે છે, તેનાથી એને મુક્ત રાખવાની અથવા એ ધુમ્મસને વિખેરી નાખવાની કંઈક યોજના સાધકના જીવનમાં હોવી જોઈએ. મોહના હૃાસ માટે સ્વરૂપનું અનુસંધાન એ પ્રબળ શસ્ત્ર છેતેથી સર્વ ૨. “આત્મવિચાર’ વિષયક સવિસ્તર પથદર્શન માટે જુઓ : (i) Maha Yoga, by “Who', Sri Ramanasramam, Tiravannamalai, South India, 606 603; (ii) Be As you Are - The Teachings of Sri Raman Maharshi, edited by David Godman, Chaps; 4, 5, 6 (pp. 45-80), Arkana Paperbacks (1985), Routledge & Kegan Paul, London. ૩. (1) શુદ્ધીમદ્રવ્યમેવ હું શુદ્ધજ્ઞાન કુળો મમ नान्योऽहं न ममान्ये चेत्यदो मोहास्त्रमुल्बणम् ।। – જ્ઞાનસાર, મોહત્યાગાષ્ટક, શ્લોક ૨. (ii) મુક્તિ મનો મોદ્રારંfમમૂર્તિા तन्नियोज्यात्मनस्तत्त्वे तानेव क्षिपति क्षणात्।। – શુભચંદ્રાચાર્યકૃત જ્ઞાનાર્ણવ, સર્ગ ૩૨, શ્લોક ૫૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy