________________
“જાગીને જોઉં તો જગત દીસે નહિ!”/ ૭૯
વગેરે દ્વંદ્વોમાં પૂર્વવત્ અટવાઈ જ રહ્યો હોય છે; તેમ અણુવિજ્ઞાની પણ વિકાર, વાસના, આસક્તિ, તૃષ્ણા આદિ ષપુઓનો દાસ જ રહી જાય છે. પંડિત અને વિજ્ઞાની બંનેનું જ્ઞાન પોતીકું – firsthand-નથી હોતું. પણ પરાયું/ઉછીનું લીધેલું હોય છે. આથી એમની ભ્રાંતિ ભાંગતી નથી. જાતઅનુભવ વિના દેભ્રાન્તિ ખસતી નથી. બૌદ્ધિક સમજ જીવન પ્રત્યેના વલણમાં ધરમૂળનું પરિવર્તન લાવવા માટે અપૂરતી છે. ચિત્તનું અતિક્રમણ કરીને મેળવેલ, સ્વાનુભવજન્ય બોધ જ એ કામ કરી શકે છે.
ર
આપણાં ધર્મસ્થાનકોમાં અને ધાર્મિક વર્તુળોમાં ‘સમકિત’ અને ‘મિથ્યાત્વ’/‘સમ્યગદર્શન' અને ‘મિથ્યાદર્શન’એ શબ્દોનો રોજિંદી બોલચાલમાં છૂટથી પ્રયોગ થતો રહે છે, પણ તેના સાચા અર્થ વિશે ઘણી ભ્રાંતિ અને વિવાદ પ્રવર્તે છે. સ્પષ્ટ, અસંદિગ્ધ અને ટૂંકી પરિભાષા આપવાને બદલે, પોથી પંડિતો દ્વારા, અનેક ભેદ-પ્રભેદ અને વ્યાખ્યાઓમાં એને ગૂંચવી દેવાય છે. ‘સમ્યગ્’ અને ‘મિથ્યા' એ સંસ્કૃત ભાષાના શબ્દો છે; સમ્યગ્ એટલે સાચું, મિથ્યા એટલે ખોટું/ભ્રામક. આટલું ખ્યાલમાં રાખીએ તો, ઉપર્યુક્ત વિવેચનમાંથી એ વાત દીવા જેવી સ્પષ્ટ ઊપસી આવે છે કે મન અને ઇન્દ્રિયોથી પર જઈ, સ્વાનુભૂતિ પામીને કરેલું જાતનું અને જગતનું યથાતથ દર્શન તે સમ્યગ્દર્શન; એની પૂર્વે ઇન્દ્રિયો અને મનના માધ્યમ દ્વારા પ્રાપ્ત થતો જાત અને જગતનો ભ્રાંત/ભ્રામક/ વિકૃત બોધ એ મિથ્યાદર્શન. સમ્યગ્દર્શન વિષયક વિશેષ વિચારણા આપણે આગળના પ્રકરણમાં કરીશું.
અનુભવ— સાધનાનું અંતિમ ચરણ?
સ્વાનુભૂતિ પ્રાપ્ત થતાં સાધક પૂર્વે કદી ન અનુભવી હોય એવી અપૂર્વ સ્વતંત્રતા, સુરક્ષિતતા અને આનંદ વેદે/અનુભવે છે. આથી, કેટલાંક યોગવર્તુળો ‘અનુભવ’ની ઉપલબ્ધિને આત્મવિકાસની ચરમ અવસ્થા માની લે છે અને તે અવસ્થામાં જો સ્થિતિ થઈ હોય તો એ વર્તુળો એને જીવન્મુક્તિ સમજે છે. કિંતુ, જૈનસિદ્ધાંત અનુસાર, તે આત્મવિકાસનું અંતિમ ચરણ
૧૨. અધ્યાત્મસાર, આત્મનિશ્ચયાધિકાર, શ્લોક ૧૭૨-૧૭૭;
Jain Education International
(જુઓ પ્રકરણ ૩, પાદનોંધ ૧૬).
For Private & Personal Use Only
www.jainelibrary.org