________________
૭૮ આત્મજ્ઞાન અને સાધનાપથ
વિકસાવેલાં અટપટાં યંત્રો દ્રારા પ્રાપ્ત માહિતીના આધારે અટકળ કરી, તર્ક દ્વારા એ તથ્યનો નિર્ણય કર્યો હોય છે જયારે આત્મજ્ઞાનીને દેહાત્મભ્રમની પ્રતીતિ જાતઅનુભવ દ્વારા મળેલી હોય છે. ને, એ પ્રતીતિની સાથે એને એ બોધ પણ થઈ જાય છે કે જેમ ઇન્દ્રિયો દ્વારા મળતા અસંખ્ય સંકેતોનું ચિત્તમાં થતું સંકલન અને અર્થઘટન સ્થૂળ કાયાના અસ્તિત્વનો આભાસ જન્માવે છે, તેમ, જન્મજન્માંતરથી સંગ્રહિત અસંખ્ય સંસ્કારજનિત ઇચ્છાઓ, અપેક્ષાઓ, કામનાઓ, ગમા-અણગમા અને પૂર્વગ્રહોના સમુચ્ચયમાં આપણને એક અખંડ વ્યક્તિત્વનો ‘હું’નો-જેનું ખરેખર તો કોઈ અસ્તિત્વ જ નથી-ભ્રમ થાય છે. આથી એની જીવનદૃષ્ટિ-જીવન પ્રત્યેનો અભિગમ ધરમૂળથી-પલટાઈ જાય છે. સ્વાનુભવ દ્વારા મળતી ‘હું’ની સાચી ઓળખ અને જગતનું સ્વપ્નતુલ્ય મૂલ્યાંકન-એ બે નવાં પરિમાણો જીવન પ્રત્યેની દૃષ્ટિમાં/અભિગમમાં એટલું બધું પરિવર્તન લાવે છે કે આત્મદર્શન પછી એ સાધકને નવો જન્મ મળ્યો ગણાય છે.
ગણિતમાં જેમ, બે ગુણ્યા બે બરાબર પાંચ એવું ખોટું સમીકરણ માંડયા પછી, એ રકમના આધારે થયેલ બધા જ સરવાળા-બાદબાકી, ગુણાકાર-ભાગાકાર ખોટા જ રહે તેમ દેહાત્મભ્રમજનિત અહંકારના પાયા પર રચાયેલો આપણો સઘળોયે જીવનવ્યવહાર ભ્રાંત/મિથ્યા જ રહે છે. સ્વાનુભૂતિ દ્રારા આ તથ્યનું પ્રથમવાર ભાન થાય છે ત્યારે એ ‘વ્યક્તિ'ના મુખેથી વિસ્મયસહ ઉદ્ગાર સરી પડે છે :
“જાગીને જોઉં તો, જગત દીસે નહિ; ઊંઘમાં અટપટા ભોગ ભાસે.
""
Jain Education International
“અનુભવ ભોર ભયો, મિથ્યા તમ દૂર ગયો.”
યોગીશ્વર ચિદાનંદજી
અણુવિજ્ઞાનીને દેહાભ્રમનું ‘જ્ઞાન’ છે, પણ એ જ્ઞાન માત્ર બૌદ્ધિક સ્તરનું છે, એનો એને અનુભવ નથી. જેમ કશી જ સાધના કર્યા વિના કોઈ પોથીપંડિત શાસ્ત્રોમાંથી આ જ્ઞાન પ્રાપ્ત કરે અને પછી એનો પોપટપાઠ કર્યા કરે, વેદાંત-ઉપનિષદ્ પર મહાનિબંધ લખી ‘ડૉક્ટરેટ’ ઉપાધિયે મેળવી લે, તર્ક અને દલીલ દ્વારા બીજાને અદ્વૈતનો સિદ્ધાંત ઠસાવીયે શકે પણ જાતે તો સામાન્ય માનવીની જેમ લાભ-હાનિ, માન-અપમાન, ગમા-અણગમા
નરસિંહ મહેતા
—
For Private & Personal Use Only
www.jainelibrary.org