SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ “જાગીને જોઉં તો જગત દીસે નહિ!” | ૭૭ અનુભવે છે : “ઓળખો છો હું કોણ?” એ એનો હુંકાર હોય છે. આમ, દરેક જણ પોતપોતાની અલગ દુનિયામાં મશગૂલ રહે છે. ત્યારે ઇન્દ્રિયો અને મનનું અતિક્રમણ કરીને આત્માનુભવ પામી ચૂકેલા મહાનુભાવોજેમનો બોધ ઇન્દ્રિયો અને મનની મર્યાદાઓથી કુંઠિત થયેલ નથી– કહે છે કે આ જગતનો આપણો સમગ્ર અનુભવ એ એક સ્વપ્ન જ છે, ભ્રાન્તિ છે, “માયા' છે! જ્ઞાની કવિ અખો ગાય છે કે, “ભુવન ત્રણ ફુરણ મનતણું, જયમ સૂર્ય કારણ રેનદિન તણું.” મહર્ષિ શ્રી રમણના ઉદ્ગારોમાં પણ આ જ રણકાર છે : “ખરેખર તો આ શરીર ચિત્તમાં છે. ... એ ચિત્તનું જ સર્જન છે.” અને, આ દાયકાના પ્રારંભે આપણી વચ્ચેથી અદશ્ય થયેલા, નિસર્ગદત્ત મહારાજે પણ ફોડ પાડીને આ જ વાત સમજાવી છે.”"વિજ્ઞાનથી સુપરિચિત વાચક જરા થંભીને આ વિધાન પર વિચાર-વિમર્શ કરશે તો આ તબ એને તરત સમજાઈ જશે. એક વિજ્ઞાની કે આધુનિક પદાર્થવિજ્ઞાનથી સારી પેઠે પરિચિત સામાન્ય માનવી જાણે છે તે સમજી શકે છે કે, આપણને ઘનસ્વરૂપ ભાસતી આપણી કાયા એ વાસ્તવમાં તો આપણી ઈન્દ્રિયો પાસેથી મળતા અસંખ્ય સંકેતોનું આપણા ચિત્તે કરેલું સંકલન અને તેનું અર્થઘટન માત્ર છે; વળી, ઇન્દ્રિયોએ પાઠવેલા એ સંકેતો પણ આખરે તો મનોમય જ હોય છે. અર્થાત આપણી કાયાનો આપણો અનુભવ મનોમય છે! આત્મજ્ઞાની સંતો પ્રાચીન કાળથી આ જ વાત કરી રહ્યા છે. ઓગણીસમી સદીનું વિજ્ઞાન એને અધ્યાત્મવાદીઓની ભ્રમણા’ કહીને ઉપહાસ કરતું રહ્યું. કિંતુ હવે, અણુના મૂળ ઘટકનો તાગ મેળવવા મથતા આણુવિજ્ઞાનીઓ સમક્ષ, એ જ તએ ઊભરી આવ્યું છે. “જાગીને જોઉં તો, જગત દીસે નહિ!” વિજ્ઞાનીએ એ તમનો અનુભવ નથી કર્યો હોતો, કિંતુ એણે, વિજ્ઞાને 19. All exists in the mind, even the body is an integration in the mind of a vast number of sensory perceptions, and each perception also a mental state. ... Both mind and body are intermittent states. The sum total of these flashes creates the illusion of existence. – Nisargadatta Maharaj, 'I Am That'. Part I, p. 155, (Chetna, 34, Rampart Row, Bombay - 23). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy