________________
શાનની પરખ અને પ્રાપ્તિ ૩૫ ખોજ કરે છે. પરિણામે તેને અહીં મુક્તિના ઉપાયોનું–જ્ઞાન અને કર્મનું (એટલે કે અનુષ્ઠાનનું)-નિર્મળ, અભ્રાંત જ્ઞાન લાધે છે.
જ્ઞાનની ત્રીજી અવસ્થાથી શ્રવણ-મનન સાથે યોગાભ્યાસ-જનિત જાતઅનુભવ ભળે છે. ચિત્તમાં વિચારવમળોનો પૂર્વે વહેતો ધોધ અહીં શાંત થતો જાય છે. અશુભ સંકલ્પ-વિકલ્પ ઓછા રહે છે, અને કર્મકૃત વ્યક્તિત્વ સાથે પોતાની એકતારૂપ અહં ઓગળતો જાય છે. ચિત્તમાંથી વિચારનો પ્રવાહ ઓસરતાં અહીં શાંતિનો, સુખનો, આનંદનો અનુભવ થાય છે.
સંકલ્પ-વિકલ્પની અલ્પતા અને “અહંનું બહુધા અનુત્થાન–આ બેમાં વિકાસ થતાં સ્વાનુભવ માટેની ભૂમિકા તૈયાર થાય છે. પરિણામે, ચોથી ભૂમિકામાં સ્વાનુભૂતિની કંઈક ઝાંખી (glimpses) મળવા માંડે છે. પછી, કોઈક ધન્ય પળે, આત્માનું પ્રત્યક્ષ દર્શન’ લાધે છે, કે જે જીવન પ્રત્યેની સાધકની દૃષ્ટિમાં ધરમૂળનું પરિવર્તન લાવી દે છે; અવળી દષ્ટિ સવળી થઈ જાય છે.
પ્રારંભમાં ક્ષણવાર અને ક્વચિત્ કદાચિત્ પ્રાપ્ત થતો આ અનુભવ પછીની સાધના દ્વારા વધુ સુલભ (frequent) અને વધુ ટકાઉ થવો અને અંતે સમાધિની એ અવસ્થા–સૂર્યાવસ્થા-સહજ દશા બનવી, એ છે અનુભવ પછીની જ્ઞાનની ભૂમિકાઓ. આપણી સાધનાનું લક્ષ્ય
આમ, ક્રમશ: સાધના કરતાં કરતાં આત્મતત્ત્વના અપરોક્ષ દર્શનસમાપત્તિ-સુધી પહોંચવું એ આપણી વર્તમાન ભૂમિકાનું લક્ષ્ય બનવું જોઈએ.
હા, એ માટે આપણા “અહંને-આપણું કર્મકૃત વ્યક્તિત્વ, જેને મહર્ષિ પતંજલિ ‘અસ્મિતા' કહે છે, તેને– ઓગાળતાં રહેવું જોઈએ. ૨૨. (i) સમા૫ત્તિનત, સ્પર્શના – એજન, ટીકા, શ્લોક ૬૪.
(ii) જુઓ દ્વાત્રિશત્ દ્વત્રિશિકા, દ્રા - ૨, શ્લોક ૨૫ અને ટીકા. ૨૩. શુદ્ધાત્મદ્રવ્યમેવ હું શુદ્ધજ્ઞાન ગુનો મર્મ | नान्योऽहं न ममान्ये चेत्यदो मोहास्त्रमुल्वणम् ।।
– જ્ઞાનસાર, મોહત્યાગાષ્ટક, શ્લોક ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org