________________
૩૪ આત્મજ્ઞાન અને સાધનાપથ વધીએ ત્યાં સુધી એની આગળનો માર્ગ દેખાતો નથી; એ જ પ્રમાણે અહીં પણ સમજવું.
આગમ, અનુમાન અને યોગાભ્યાસ એ ત્રણ વડે પોતાની બુદ્ધિને કેળવતો સાધક ઉત્તમ તત્ત્વ પામી શકે.° આગમથી અર્થાત્ અનુભવીઓના વચનથી જે જાયું તેને તર્ક દ્વારા વિશદતાથી સમજવા પ્રયત્ન કરવો રહ્યો. સાથે યોગાભ્યાસથી–પોતાના જાતઅનુભવથી–એની પ્રતીતિ મેળવતા જવાય તો અતીન્દ્રિય તત્ત્વના નિશ્ચિત જ્ઞાન સુધી પહોંચાય. સિદ્ધાંત (theory)માં જે સાચું સમજાયું, તેને પ્રયોગાત્મક રીતે જીવનમાં વણી લઈને વ્યવહાર (practice)માં પણ તે સાચું છે એ પ્રતીતિ મેળવતાં જઈ આગળ વધવું જોઈએ.
આગમ અને તર્કથી જ્ઞાન મળે, પણ તે અધૂરું એનાથી શંકાઓ અને સંશયો ન ટળે, એ ટળે ધ્યાનજન્ય જાતઅનુભવથી.'
જ્ઞાનપ્રાપ્તિની ભૂમિકાઓ
જ્ઞાનની પ્રથમ ભૂમિકામાં સંસારની નિ:સારતા ઓઘથી સમજાય છે અને તેના નાશના ઉપાયની જાણકારી માટે મુમુક્ષુ શાસ્ત્ર અને ગુરુ અર્થાત્ એ માર્ગે જે પોતાનાથી આગળ ગયેલા છે તેમના તરફ વળે છે. અર્થાત આ ભૂમિકા આગમપ્રધાન છે.
બીજી ભૂમિકામાં સંતો અને ધર્મી જનોના સત્સંગ, સદાચારમાં પ્રવૃત્તિ અને શ્રવણ-વાચન સાથે વિચારણા-ચિંતન-મનન ભળે છે. આ ભૂમિકામાં તર્કની મુખ્યતા કહી શકાય. આ ભૂમિકામાં રહેલો સાધક સત્યની વ્યાપક ૨૦. (i) સામેનાનુમાન, યTTમ્યાન જ ! त्रिधा प्रकल्पयन्प्रज्ञां, लभते तत्त्वमुत्तमम् ।।
– યોગદષ્ટિસમુચ્ચય, શ્લોક ૧૦૧. (ii) આગમ ને અનુમાનથી, વળી ધ્યાનરસે ગુણગેહ રે; કરે જે તત્ત્વગવેષણા, તે પામે નહિ સંદેહ રે.
– શ્રીપાળ રાસ, ખંડ ૪, ઢાળ ૭, ગાથા ૧૪. ૨૧. નિગ્નડતીન્દ્રિાર્થચ, યોffજ્ઞાનાતે જ રા
– યોગદષ્ટિસમુચ્ચય, શ્લોક ૧૪૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org