________________
૨૩૬ આત્મજ્ઞાન અને સાધનાપથ
યોગેશ્વર શ્રી જિનેશ્વરદેવોએ બતાવેલી મુનિ અને શ્રાવક ઉભયની સઘળીયે બાહ્યચર્યાનું લક્ષ્ય તો ધ્યાનયોગમાં પ્રગતિ અને તેના દ્વારા સાધકને નિજ શુદ્ધ સ્વરૂપ સુધી દોરી જવાનું જ રહ્યું છે. માર્ગાનુસારી જીવનથી આરંભીને, શ્રાવકનાં વ્રત-નિયમ અને બાહ્ય અનુષ્ઠાનો તથા સર્વવિરતિની સમગ્ર જીવનચર્યાની યોજના એ રીતની છે કે તેના દ્વારા પ્રારંભિક કક્ષાએ સાધકના વિચાર-વર્તનની ધૂળ અશુદ્ધિઓ દૂર થતી જાય અને શુભ વૃત્તિપ્રવૃત્તિઓમાં તે વધુ ને વધુ વિકાસ સાધે. પણ પછી, એ શુભ વિચારવર્તનથી સંતોષ માનીને અટકી ન જતાં, સાત્ત્વિક અહંકારથી ઉપર ઊઠવા તે પ્રયાસ આદરે, અને તે માટે, શુભથી પણ પર અને મનથી પેલે પાર રહેલા, નિજ શુદ્ધ સ્વરૂપનું અનુસંધાન કરે."
પ્રાથમિક કક્ષા વટાવી ચૂકેલા ગૃહસ્થ સાધક માટે શ્રાવકનું બે ઘડીનું સામાયિક ધ્યાન, સ્વરૂપાનુસંધાન અને નિરાલંબન યોગની સાધનાની દિશામાં એક પ્રાયોગિક પ્રસ્થાન છે. પણ આજે બહુધા સામાયિકની સ્થૂળ ક્રિયા યંત્રવત્ થતી દેખાય છે; એની પાછળનું લક્ષ્ય વિસરાઈ ગયું છે. બે ઘડીનું સામાયિક એ સમત્વની ખિલવટ માટેનો એક પ્રયોગ છે; અને સમત્વને ખીલવવાનો શ્રેષ્ઠ ઉપાય છે શુદ્ધ સ્વરૂપ સાથેનું અનુસંધાન.' સમત્વ, સ્વરૂપાનુસંધાન અને ધ્યાન પરસ્પર સહાયક છે. માટે સામાયિકમાં
૪. ઉપમિતિભવપ્રપંચ કથા, પ્રસ્તાવ ૮, શ્લોક ૭૨૫-૭૨૬ (જુઓ પ્રકરણ
પહેલું, પાદનોંધ ૧૮). ૫. સન્ન આયસર્વ ભવેત્રે નવસજો.
टीका-सहजमविकृतमात्मस्वरूपं कूटस्थस्वस्वभावलक्षणम्, भावितव्यं ध्यातव्यम् ।
– ઉપદેશરહસ્ય, શ્લોક ૧૯૮. ૬. (i) સT વિનંતો પોળ, સોજો સામુતિ વેળા
– અધ્યાત્મોપનિષ, સામ્યયોગ, શ્લોક ૨. (i) ચતુર નર સામાયિક નય ધારો, લોકપ્રવાહ સબ છાંડ કર, અપની પરિણતિ શુદ્ધ વિચારો.
– ઉપા. યશોવિજયજી, ગુર્જર સાહિત્ય સંગ્રહ, ભાગ ૧, પૃષ્ઠ ૧૬૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org