SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનનનિઝા ૨૩૫ આતુરતાથી, એકથી બીજી પદ્ધતિ ઉપર કૂદકા માર્યા કરવાથી સાધના લંબાય છે અને સફળતા દૂર ઠેલાય છે, એ વિસરાવું ન જોઈએ. સાધકે સમજી લેવું જોઈએ કે દેખી શકાય તેવાં પરિણામો પ્રગટતાં વાર લાગે છે, પરંતુ એ માટે ભૂમિકા તો પ્રત્યેક પ્રયાસથી તૈયાર થતી જ હોય છે. ખંતપૂર્વક એક જ માર્ગે નિયમિત પ્રયત્ન થતો રહે તો, સાધક અનુભવશે કે, ઉત્તરોત્તર ઓછા પ્રયાસે તે એકાગ્ર બની શકે છે, અને ધ્યાનમાં વધુ ઊંડાણ આવતું જાય છે. સામાયિક : શુદ્ધ સ્વરૂપના અનુસંધાનનો પ્રયોગ એવું નથી કે ધ્યાનાભ્યાસાદિ ઉપર્યુક્ત સાધના માત્ર ત્યાગીઓ જ કરી શકે; શ્રાવકો પણ ધ્યાનાભ્યાસ કરી શકે છે, એટલું જ નહિ, ગુહસ્થના બે ઘડીના સામાયિકનું કે પૌષધનું પ્રયોજન જ એ છે કે એટલો વખત તે તેની વ્યાવહારિક જળોથાથી અળગો રહી, ધ્યાન અને સ્વરૂપાનુસંધાનનો અભ્યાસ કરી, સમત્વમાં વિકાસ સાધે. પૂર્વાચાર્યોએ ગૃહસ્થ સાધક સમક્ષ પણ આદર્શ તો નિરાલંબન યોગની સાધનાનો રાખ્યો છે. કથાનુયોગએટલે કે જીવનચરિત્રાત્મક શાસ્ત્રગ્રંથો-પણ સાખ પૂરે છે કે પૂર્વે એકલા મુનિઓ જ નહિ કિંતુ, શ્રાવકો પણ ધાનાભ્યાસ કરતા; એટલું જ નહિ, તેમાં પ્રગતિ સાધી ધ્યાનસાધનામાં એવી નિપુણતા મેળવતા કે ગમે તેવા પ્રતિકૂળ બાહ્ય વાતાવરણમાં, અનેક વિક્ષેપો વચ્ચે પણ, તત્સણ ધ્યાનમાં સરકી જવાની તેઓ ક્ષમતા ધરાવતા. નાગકેતુ, સુદર્શન શેઠ વગેરેનાં દષ્ટાંતો આ વાતની પ્રતીતિ કરાવે છે. અભયા રાણીના સકંજામાં સપડાયેલા સુદર્શન શેઠ, એ કામાતુર સુંદરીની ભોગ માટે કાકલૂદીભરી પ્રાર્થના, ધમકીઓ અને ચેષ્ટાઓ વચ્ચે પણ, ઊંડા ધ્યાનમાં-સિદ્ધધ્યાનમાં ગરકાવ બની એ ઉપસર્ગને પાર કરી ગયા હતા.' १. ...श्रमणोपासकानामपि शेषविहितानुष्ठानाबाधया समुचितसमये युक्तमेव नमस्कारादिध्यानम्। – ઉપદેશપદ, ટીકા, શ્લોક ૮૯૭. ૨. તથા યોગ્યાસ તા टीका– योगस्य सालंबननिरालंबनभेदभिन्नस्याभ्यासः । – ધર્મબિન્દુ, અ. ૩, સૂત્ર ૭૫. ૩. જુઓ ઉપદેશપદની ટીકા, ગાથા ૫૨૬-૫૩૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy