________________
૨૩૪ આત્મજ્ઞાન અને સાધનાપથ
બાહ્ય જગતનું ખેંચાણ આપણી ઇન્દ્રિયો પર કેવું જોરદાર છે એનો ખ્યાલ ધાનાભ્યાસનો પ્રારંભ કરતી વખતે સાધકને આવે છે. બાહ્ય સપાટી પરના જીવનથી ઘડીભર ખસીને અંદર ઊતરવાનો તમે પ્રયાસ કરશો કે તે જ ક્ષણે નિકાલ માગી લેતી અનેક બાબતો ચિત્ત સમક્ષ એક પછી એક ખડી થઈ જશે. એટલે ખરી કઠિનતા તો આ અભ્યાસના પ્રારંભમાં અને તે પછી એને નિયમિતપણે ચાલુ રાખવામાં સમાયેલી છે. છૂટાછવાયા, અવારનવાર થતા પ્રયાસનું દેખી શકાય એવું પરિણામ આવી શકતું નથી. વિકાસ થઈ રહ્યો છે એવી સ્પષ્ટ પ્રતીતિ મેળવવા, બાણમાંથી છૂટેલા તીરની જેમ, કોઈ એક નિશ્ચિત સાધનામાર્ગે દીર્ય કાળ સુધી, નિરંતર, નિષ્ઠાભર્યો પ્રયાસ થવો જોઈએ.
જેમ ધરતીના પેટાળમાં વહેતા પાણીના અખૂટ સ્રોતને બહાર લાવવા શ્રમ, સાહસ અને વૈર્યપૂર્વક સપાટી પરના રેતી, કાંપ અને કાંકરીના થરો વટાવીને કાળમીંઢ પથ્થરમાં છેદ પાડી સેંકડો મીટર ઊંડા ઊતરવું પડે છે, તેમ આત્મિક આનંદના અખૂટ ઝરાને જીવનમાં વહેતો કરવા સંકલ્પબળ અને અખૂટ ધૈર્યપૂર્વક દેહ, પ્રાણ અને મનના થરોને વટાવીને અંદર ઊતરવું પડે છે.
વળી, એ પણ સ્મરણમાં રહે કે કૂવો ખોદનાર એક જ ઠેકાણે ધર્યપૂર્વક ત્રીસ-ચાળીશ મીટર ખોદે છે ત્યારે તેને પાણી મળે છે; એક એક મીટરના ચાળીસ ખાડા ખોદનાર ધરતીના પેટાળમાં પડેલા પાણી સુધી પહોંચી શકતો નથી. તેમ શીધ્ર પરિણામ મેળવવાના લોભમાં અનેક પ્રક્રિયાઓની વચ્ચે અથડાયા કરનાર કે એકસાથે અનેક પ્રક્રિયાઓનો પ્રારંભ કરી દેનાર સાધક પણ કયાંય પહોંચી શકતો નથી; કારણ કે પ્રારંભનો એનો ઉત્સાહ વધુ વખત ટકી શકતો નથી, ને ધીરે ધીરે બધું છૂટી જાય છે.
પોતાની પ્રકૃતિને અનુકૂળ પ્રક્રિયા શોધી કાઢવા માટે, પ્રારંભમાં જુદી જુદી પ્રક્રિયાના અખતરા સાધક ભલે કરે; અને પછી પણ, પોતાને આંતરવિકાસની ભૂમિકા બદલાતાં, જયારે તેને પોતાની સાધના-પ્રક્રિયા બદલવી આવશ્યક જણાય ત્યારે પોતાની ભૂમિકાને અનુરૂપ ફેરફાર તે અવશ્ય કરે, પરંતુ તે તે સમયે પસંદ કરેલી પ્રક્રિયાઓના આધારે પૈર્યપૂર્વક એકધારો પૂરતો પ્રયાસ કર્યા વિના, શીધ્ર પરિણામ નિપજાવવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org