________________
સાધન-નિકા અભ્યાસ દ્વારા જ સાધનાનું રહસ્ય પામી શકાય છે; માત્ર શ્રવણવાચનથી કે ચર્ચા-વિચારણાથી ધ્યાનનું હાર્દ હાથમાં આવતું નથી. કેવળ સિદ્ધાંતોની બૌદ્ધિક સમજણ કરતાં કોઈ એક પ્રક્રિયાનો રોજિંદો અભ્યાસ વધુ મહત્ત્વનો છે.
ધાનમાર્ગે પ્રગતિમાં એક મોટી રુકાવટ એ છે કે દાર્શનિક ચર્ચાવિચારણા, ખંડન-મંડન, સાધનાવિષયક કોરી વાતો, વાંચવું, સાંભળવું, સંભળાવવું વગેરેમાં માણસ ઘણી વાર એટલો વ્યસ્ત રહે છે કે ચિત્તમાં ઊભરાતા સંકલ્પ-વિકલ્પથી છૂટવા માટેની કોઈ રચનાત્મક સાધના-પ્રવૃત્તિ તે હાથ ધરી શકતો નથી, અને છતાં તે ભ્રાંતિમાં રહે છે કે પોતાનું જીવન આત્મસાધનામાં વીતી રહ્યું છે. સાધનામાં પ્રગતિનો આધાર : નિયમિત અભ્યાસ
તરવા ઉપર માત્ર ગ્રંથોના ગ્રંથો વાંચી જવાથી કે વર્ષો સુધી એ અંગે ચર્ચા-વિચારણા કર્યા કરવાથી તરતાં આવડી જતું નથી, તેમ કેવળ વિચારવાચન કે ચર્ચા-વિચારણાથી ધારણા-ધ્યાન-સમાધિમાં નિપુણ થઈ શકાતું નથી. તેમાં પ્રગતિનો ઘણો આધાર તેના નિયમિત અભ્યાસ પર રહે છે. નૃત્ય, સંગીત, શિલ્પાદિ કળાઓની જેમ દીર્ઘ કાળની નિષ્ઠાપૂર્વકની સાધના દ્વારા જ ધ્યાન હસ્તગત કરી શકાય છે.
પરંતુ બાહ્ય જગતના આકર્ષણમાંથી છૂટીને માણસ અંતરંગ સાધના કાજે સમય જ મેળવી શકતો નથી !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org