________________
સમત્વ : સાધનાનો રાજપથ
આત્મવિકાસમાં અનુભવજ્ઞાનના મહત્ત્વનું ભાન, અને આ કાળે પણ તેની પ્રાપ્તિ અશક્ય કે અસંભવિત નથી એ વિશ્વાસ જાગ્યા પછી, તે મેળવવાની ઉત્કંઠા અને એની પ્રાપ્તિ અર્થે શું કરવું જરૂરી છે એ જિજ્ઞાસા મુમુક્ષુને થવાની જ. અનુભવની પ્રાપ્તિ અર્થે શું જરૂરી છે તેનો સંકેત ચિદાનંદજી મહારાજે પૂર્વોક્ત દુહામાં આપ્યો છે. એ દુહો અહીં ફરી યાદ કરી લઈએ :
અનિશ ધ્યાન અભ્યાસથી, મનથિરતા જો હોય; તો અનુભવલવ આજ ફુન, પાવે વિરલા કોય.
ચિત્ત સ્થિર થાય તો અનુભવ મળે. સ્થિરતા એ આત્મશ્ર્વર્યની પ્રાપ્તિનું દ્વાર છે.' અનુભવની પ્રાપ્તિ અર્થે જરૂરી ચિત્તની શુદ્ધિ અને સ્થિરતા નિરંતર થતા ધ્યાનાભ્યાસ વડે નિષ્પન્ન થાય છે.
ધ્યાનમાં પ્રવેશ અને પ્રગતિ અર્થે, સમત્વનો સાથ જરૂરી છે. કંઈક અંશે પણ સમત્વ આવ્યા પહેલાં ધ્યાન થઈ શકતું નથી. સમત્વ જેટલું १. वत्स ! किं चञ्चलस्वान्तो भ्रान्त्वा भ्रान्त्वा विषीदसि । निधि स्वसंनिधावेव स्थिरता दर्शयिष्यति ॥
જ્ઞાનસાર, સ્થિરતાષ્ટક, શ્લોક ૧.
૨. સમત્વમવન્યાય, ધ્યાન યોગી સમાયંત્ विना समत्वमारब्धे ध्याने स्वात्मा विडंब्यते ॥
Jain Education International
૧૧૭
– યોગશાસ્ત્ર, પ્રકાશ ૪, શ્લોક ૧૧૨.
For Private & Personal Use Only
www.jainelibrary.org