________________
પરિશિષ્ટ
આત્મિક ગુણવિકાસની ભૂમિકાઓ
લાંબી મુસાફરીએ નીકળેલ પથિક પોતાની યાત્રાના માર્ગનો routeનોકંઈક પરિચય મેળવી લે તો, મુસાફરી દરમ્યાન તેણે કેટલો પંથ વટાવ્યો છે, તે ક્યાં આવી પહોંઓ છે અને હજુ તેણે કેટલો પંથ કાપવાનો બાકી છે તે જાણવું તેને સુગમ પડે, ખોટી આશંકાઓમાં કે ભ્રમણામાં તે ન અટવાય, અને આડમાર્ગે ફંટાઈ જતાં પણ તે બચી શકે. આશંકા, ભય, ભ્રમ અને અજ્ઞાન સાથે વસે છે. માટે, મુક્તિપથના યાત્રીએ પણ તેણે કાપવાના માર્ગનો અને વચ્ચે આવતા પડાવોનો કંઈક પરિચય મેળવી લેવો ઇષ્ટ છે.
અનાદિથી ભવભ્રમણ કરી રહેલ આત્મા જયારે મોક્ષ તરફ પહેલ વહેલી મીટ માંડે ત્યારથી શરૂ કરીને, ક્રમશ: આત્મવિકાસ કરતો રહી તે મુક્તિ પ્રાપ્ત કરે ત્યાં સુધીના સમગ્ર પથને જૈનદર્શન ચૌદ વિકાસ-ભુમિકામાં આવરી લે છે. આત્મિક ગુણવિકાસની એ ચૌદ ભૂમિકાઓ માટે જૈન પરિભાષામાં ‘ગુણસ્થાનક', ‘ગુણસ્થાન’ કે ‘ગુણઠાણું' શબ્દ પ્રચલિત છે.
આત્મા પર ‘પર’ની અર્થાત્ ડની/પુદ્ગલની પકડ જેટલી વધુ તેટલી તેની ભૂમિકા નીચી અને એ પકડમાંથી તે જેટલે અંશે મુક્ત થાય તેટલી તેની ભૂમિકા ઊંચી.
ભવભ્રમણ કરી રહેલ આત્મા આ ચૌદ ગુણઠાણામાંથી જ્યાં વધુ સમય, પસાર કરે એવાં ગુણસ્થાન પાંચ જ છે : પહેલું, ચોથું, પાંચમું, હું અને તેરમું. બાકીનાં ગુણઠાણાં તો પુરપાટ દોડયે જતી કારની મુસાફરી દરમ્યાન વચ્ચે આવતા ‘માઇલસ્ટોન’ની જેમ, કે ‘ફાસ્ટ’ ટ્રેનની મુસાફરીમાં પસાર થઈ જતાં વચલાં સ્ટેશનોની જેમ, ઝડપભેર વટાવી જવાય છે; ત્યાં પડાવ નાખીને ઘડીભર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org