SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ આત્મજ્ઞાન અને સાધનાપથ વિસામો લઈ શકાતો નથી કે નથી ત્યાં પળભર થોભી શકાતું. એટલે, રોજિંદા જીવનમાં જેનો સંપર્ક થઈ શકે એવી વ્યક્તિઓ ઉપર્યુક્ત પાંચ ગુણઠાણામાંના જ કોઈ એક ગુણઠાણે રહેલી હોવાની; અન્ય કોઈ ગુણસ્થાનકે સ્થિત વ્યક્તિ સાથે મેળાપ વાર્તાલાપ થવો શક્ય નથી. આથી, આપણે અહીં આ પાંચ ગુણસ્થાનનો કંઈક વિગતે પરિચય મેળવીએ. ૧. મિથ્યાત્વ ગુણસ્થાન પહેલા ગુણસ્થાનનું પારિભાષિક નામ છે મિથ્યાત્વ ગુણસ્થાન. મુક્તિમાર્ગે પા પા પગલી માંડતી વ્યક્તિઓનું –આધ્યાત્મિક ઍવરેસ્ટની તળેટીએ રહેલ આરોહકોનું આ ગુણઠાણું છે. અનાદિથી જડ સાથે ઓતપ્રોત રહેલ આત્મા જ્યારે મુક્તિ તરફ પહેલવહેલી નજર દોડાવે છે અને દેવ-ગુરુ-ધર્મ તરફ વળે છે ત્યારથી આરંભીને, ક્રમશ: આત્મવિકાસ કરતો તે આત્માનુભૂતિ ન પામે ત્યાં સુધી, આ ગુણસ્થાને રહેલો લેખાય છે. આ ગુણસ્થાનકે રહેલ આત્માને પ્રારંભમાં જોકે દેવ-ગુરુ-ધર્મની સાચી ઓળખાણ હોતી નથી; અદેવ, અગુરુ અને અધર્મમાં દેવ-ગુરુ-ધર્મની બુદ્ધિ એને હોઈ શકે છે; છતાં, અનાદિની અવ્યક્ત મિથ્યાત્વ અવસ્થા-કે જેમાં દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે તે સાવ ઉદાસીન રહયો હોય છે તે– માંથી બહાર નીકળીને, દેવ-ગુરુ-ધર્મની જરૂરિયાત અહીં એને જણાઈ એટલા અંશે એ ગુણવિકાસના પંથે પડયો લેખાય. એ પહેલાંની અવ્યક્ત મિથ્યાત્વની અવસ્થાનો સમાવેશ મિથ્યાત્વ ગુણસ્થાનમાં નથી થતો.' મિથ્યાત્વ ગુણસ્થાને રહેલ આત્મા, ક્રમશ: મોહની પકડમાંથી છૂટીને, આત્મવિકાસ સાધતો રહે તો, કોઈ ધન્ય પળે ચિત્તનું અતિક્રમણ કરીને આત્માનુભવ પામે છે; ત્યારે પ્રથમ ગુણસ્થાનેથી છલંગ મારીને તે સીધો જ ચોથા કે તેનાથી યે ઉપરના ગુણસ્થાને પહોંચે છે. અહીં એક વાત નોંધવી રહી કે અનાદિથી મિથ્યાત્વમાં રહેલ વિકાસોન્મુખ આત્મા બીજા-સાસ્વાદન-ગુણસ્થાનને કુદાવીને જ આગળ વધે છે. બીજા ૧. શ્રી રત્નશેખરસૂરિષ્કૃત ‘ગુણસ્થાન-ક્રમારોહ’, શ્લોક ૬-૭. ૨. જુઓ પ્રકરણ બીજું-‘સાધનામાર્ગમાં શ્રુતનું મહત્ત્વ અને તેની મર્યાદા', ‘તત્ત્વપ્રાપ્તિનો ત્રિવિધ માર્ગ’ અને ‘જ્ઞાનપ્રાપ્તિની ભૂમિકાઓ’–આ શીર્ષકો હેઠળ થયેલ નિરૂપણ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy