________________
૮૨ આત્મજ્ઞાન અને સાધનાપથ અપરોક્ષ સાક્ષાત્કારથી યોગી ભય-શોકાદિથી પોતાને પર અનુભવે છે અને, પૂર્વે કદી ન અનુભવી હોય એવી અપૂર્વ સ્વતંત્રતા, સુરક્ષિતતા અને આનંદ તે અનુભવતો હોવાથી એ અવસ્થાને જ જીવન્મુક્ત દશા માની લેવાય છે. એ માન્યતામાં પણ કંઈક તબ તો છે જ, એ સ્વીકારીને ‘યોગવાર્તિક'ના કર્તા વિજ્ઞાનભિક્ષુ અને સાંખ્યમતપ્રવર્તક કપિલ મુનિના પ્રશિષ્ય પંચશિખાચાર્ય જેવા સમર્થ આચાર્યોએ પ્રથમવારના અપરોક્ષ સાક્ષાત્કારને ‘પ્રથમ મોક્ષ' અને, ધર્મમેઘ સમાધિની પ્રાપ્તિ થતાં આવતી સાચી જીવન્મુક્ત દશાને “દ્રિતીય મોક્ષ' – “વાસ્તુ મોકો જ્ઞાનેતિ દ્વિતીય ભાવિયાત્...” કહીને આ બે માન્યતાઓનો સમન્વય કરી આખો છે; અને આગળ વધીને, એમણે સ્પષ્ટતા કરી છે કે “....વર્મકથાત્ તૃતીય ન્યાયતં મોલનક્ષમ્” – સર્વકર્મનો ક્ષય એ તૃતીય અને અંતિમ મોક્ષ."
૬. યોગવાર્તિક, કૈવલ્યપાદ, સૂત્ર ૨૫-૩૨ (પૃષ્ઠ ૪૪૧-૫૪૯).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org