SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया। उपदेक्ष्यंति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः।। આત્મજ્ઞ પુરુષોને નમ્રતાથી પ્રણામ કરીને, જિજ્ઞાસુભાવે પ્રશ્નો પૂછીને અને શ્રદ્ધા-ભક્તિપૂર્વક તેમની સેવા કરવા દ્વારા તું પરમતત્ત્વનું જ્ઞાન મેળવ. તત્ત્વજ્ઞ પુરુષો જ તારી એ જિજ્ઞાસા સંતોષશે. -ગીતા, અ. ૪, શ્લોક ૩૪ જ્ઞાન મેળવવાની ત્રણ શરતો : પ્રણિપાત, પરિપ્રશ્ન અને સેવા આ યુગમાં ખૂબ ધ્યાનમાં રાખવાયોગ્ય છે. પ્રણિપાત એટલે નમ્રતા, વિવેક, પરિપ્રશ્ન એટલે ફરી ફરી પૂછવું; સેવા વિનાની નમ્રતા ખુશામતમાં ખપવાનો સંભવ છે. વળી જ્ઞાન શોધ્યા વિના નથી સંભવતું. એટલે ન સમજાય ત્યાં લગી શિષ્ય ગુરુને નમ્રતાપૂર્વક પ્રશ્નો પૂછયા કરવા, એ જિજ્ઞાસાની નિશાની છે. આમાં શ્રદ્ધાની જરૂર છે. જેને વિષે શ્રદ્ધા ન હોય તેની તરફ હાર્દિક નમ્રતા ન હોય; તેની સેવા તો ક્યાંથી જ હોય? [‘અનાસક્તિ યોગ’માંથી) – મહાત્મા ગાંધીજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy