________________ આત્મજ્ઞાન અને સાધનાપથ ફાધર વાલેસ પુસ્તક બહુ ગમ્યું... ...જુદી જુદી પદ્ધતિઓનો સ્વીકાર અને સમજતી, વ્યવહાર માર્ગદર્શન અને સ્પષ્ટ શૈલી - એ એનાં વિશેષ લક્ષણો છે. પુષ્કરભાઈ ગોકાણી જૈન અને જૈનેતર સર્વ માટે એકસરખું ઉપયોગી પુસ્તક... ...મનની-બ્દયની ગ્રંથિઓ છોડવા વિશે આપેલી સમજ શ્રુતિ, યુક્તિ અને અનુભવથી તોલીને આપી હોઈ, સાધક માટે સાધનાની માર્ગદર્શની તરીકે આ ગ્રંથ સતત સાથે રાખવા યોગ્ય છે. મકરન્દ દવે જડતાની શિલાઓ ભેદતો, ભ્રમણાનાં વમળ પાર કરતો, સંકુચિતતાની પાળો ભાંગતો અવિરત વહેતો સાધનાનો પ્રવાહ. ...શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિની ત્રિપાંખિયા ધસારાથી આતમગઢ સર કરવાનું આહવાન. ...સાધકને માટે તો મન, બુદ્ધિ, અહંકારની ત્રિકુટિ ભેદનારું આ આયુધ છે. ડૉ. કુમારપાળ દેસાઈ - આધ્યાત્મિક સાધના કરનારને માટે આ એક અમૂલ્ય પુસ્તક છે. જસ્ટીસ ટી. યુ. મહેતા નિવૃત્ત ચીફ જસ્ટીસ, હિમાચલ પ્રદેશ સાધના અને આત્મજ્ઞાન વિષે આટલો તલસ્પર્શી અભ્યાસ, વિશદ છણાવટ અને વિષય અંગે દરેક સાધકને સ્વભાવિક ઊભા થતા પ્રશ્નોનું આટલું સુંદર નિરૂપણ મારા વાંચવામાં આજ સુધી આવ્યું નથી. ‘જીવનની સાર્થકતા શામાં?” એ મનોમંથનના પરિપાકરૂપે ઈ. સ. ૧૯૫૧માં, છવીસ વર્ષની યુવાનવયે ગૃહત્યાગ. દીક્ષિત જીવનમાં પોતાનાં સ્વાધ્યાય, સાધના અને તેનો નિષ્કર્ષરૂપ થોડા સાહિત્યનું સર્જન તેમજ પથદર્શન અર્થે આવતા જિજ્ઞાસુ મુમુક્ષુઓને સલાહસૂચન એ જ એમની મુખ્ય પ્રવૃત્તિ રહી છે. પંન્યાસ શ્રી શીલચંદ્રવિજયજી ગણીના શબ્દોમાં કહીએ તો “સાધુપણાનોય એક સંસાર હોય છે. સાધુપણાનોય સંસાર છોડી બેઠેલા એ સાધુ છે.” આજની આપણી ધર્મપ્રવૃત્તિ દ્વારા આપણે કયાં જઈ રહ્યા છીએ તેની તટસ્થ સમીક્ષા ‘આપણે આત્મનિરીક્ષણ કરીશું ?" ગ્રંથમાં કરીને તથા નિષ્ઠાવાન મુમુક્ષુઓને ‘આત્મજ્ઞાન અને સાધનાપથ’ દ્વારા સાચો સાધનામાર્ગ ચીંધીને મુનિશ્રીએ વર્તમાન જૈન સંઘને ઢંઢોળીને સમયોચિત મૌલિક ક્રાંતિકર માર્ગદર્શન આપ્યું છે.