________________
મુમુક્ષુઓ અને વિપશ્યના બીજી સંવર્ધિત આવૃત્તિ
પૃષ્ઠ ૧૧૨ ચિત્તશુદ્ધિ, એકાગ્રતા, અંતર્મુખતા, સમત્વ અને સાક્ષીભાવનું પ્રાયોગિક પ્રશિક્ષણ આપતી વિપશ્યના-સાધનાનો સંક્ષિપ્ત પરિચય અને એની શિબિરોમાં જોડાવા અંગે દ્વિધા અનુભવતા સાધકોને સંદિગ્ધ માર્ગદર્શન.
આપણા વર્તુળમાં સાધના અંગેનું માર્ગદર્શન મળે તેવાં સ્થાન કે પુસ્તક નથી, તેમાં આ બહુ સ્થિર અજવાળું પથરાયું છે.
– મુનિરાજ શ્રી પ્રદ્યુમ્નવિજયજી ગણિ
અમદાવાદ,
આ સાધના ચીંધવા માટે આપનો દયના ઊંડાણથી જેટલો આભાર માનું તેટલો ઓછો છે. ખરેખર સાધના અજોડ છે. વ્યાવહારિક જીવનમાં પણ તેનો અત્યંત લાભ જણાઈ રહ્યો છે. એકંદરે, આધ્યાત્મિક રસ્તે પ્રેક્ટિકલ માર્ગદર્શન જેવું લાગ્યું. લીંબડી, સૌરાષ્ટ્ર
– ડો. હેમન્ત વી. ડગલી
વિપશ્યના-સાધના વિશે થોડી જાણકારી હતી ત્યાં “મુમુક્ષુઓ અને વિપશ્યના' નામનું મુનિશ્રી અમરેન્દ્રવિજયજી-લિખિત નાનકડું પુસ્તક મારી તરુણ મિત્ર દીપિકાએ મને ભેટ આપ્યું, તેમાંથી આ સાધન-પદ્ધતિ વિશે ઘણી વધુ સ્પષ્ટતા મળી. વિપશ્યનામાં રસ ધરાવતા લોકો માટે આ પુસ્તક ખૂબ ઉપયોગી બની શકે તેમ છે.
આત્મસાક્ષાત્કાર શબ્દમાં આત્મા નામક તવનો સાક્ષાત્કાર કરવાનું અભિપ્રેત છે, જ્યારે બૌદ્ધધર્મ તો અનાત્મવાદી કહેવાય છે એવો પ્રશ્ન અહીં ઊઠે છે તે સ્વાભાવિક છે. મુનિશ્રીએ તેની સરસ સ્પષ્ટતા કરી છે. . મુનિ અમરેન્દ્રવિજયજી નિર્ભેળ સત્યના શોધક છે. .એકાગ્રતા, ચિત્તશુદ્ધિ, સમભાવ, સાક્ષીભાવ અને અંતે આત્મભાવ સુધી પહોંચાડતી આ સાધના વિશે મુનિશ્રીએ આ નાનકડા પુસ્તકમાં મુમુક્ષુઓને ઘણું માર્ગદર્શન આપ્યું છે.
– કુન્દનિકા કાપડીઆ, જન્મભૂમિ, ૩૦-૪– '૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org