________________
૩૧૪/ આત્મજ્ઞાન અને સાધનાપથ
અને જીવન સુખદુ:ખ આપનારા સંયોગો પેદા કરવાની એક શક્તિ તેનામાં આવિર્ભાવ પામે છે; અને તે તે આત્માને “ચોંટી’ જાય છે. આત્માને ચોંટી રહેલી એ કાશ્મણ વર્ગણાને જૈન પરિભાષા કર્મ તરીકે ઓળખે છે. આ કર્મ, ટાઈમ-બૉમ્બની જેમ, એનો સમય પાકયે પોતાનો પ્રભાવ બતાવે છે અને
જીવાત્માને તેની તે તે વૃત્તિ-પ્રવૃત્તિનું ફળ ચખાડે છે. કર્મકૃત-કર્મના કારણે પ્રાપ્ત થયેલું : જુઓ “ઔદયિક ભાવ.' કર્મગ્રંથ-જૈનદર્શન-માન્ય કર્મસિદ્ધાંતનું વિગતવાર નિરૂપણ કરતા, એ વિષયનાં
પાઠયપુસ્તકો જેવા, છ ગ્રંથો. (દરેકનો ગુજરાતી અનુવાદ ઉપલભ્ય છે.) કમ્મપયડી-કર્મસિદ્ધાંત અંગે છે કર્મગ્રંથ કરતાં વધુ વિસ્તૃત, ઊંડું અને સૂક્ષ્મ
નિરૂપણ કરતો પ્રાકૃત-સંસ્કૃત ગ્રંથ. કર્મનિર્જરા-આત્માને વળગેલાં કર્મ સુખ-દુ:ખાદિ દ્વારા ભોગવાઈને કે તપ
જપાદિ દ્વારા ખરી જાય, ઓછા થાય કે નાશ પામે છે. કષાય-કામ, ક્રોધ, લોભ, મદ-માન-અહંકાર, માયા-કૂડકપટ, ઇર્ષા, અસૂયા, દ્વેષ,
ઘણા, ભય આદિ મલિન ચિત્તવૃત્તિઓ. કાઉસ્સગ્ન-જાઓ ‘કાયોત્સર્ગ.' કાયસ્થિતિ-કોઈ એક જીવાત્મા વનસ્પતિ, પશુ-પંખી કે મનુષ્યાદિ કોઈ એક જ
યોનિમાં આંતરારહિત ફરી ફરી જન્મ-મરણ જયાં સુધી પામી શકે તે
સમયમર્યાદા તે યોનિની કાયસ્થિતિ કહેવાય છે. કાયોત્સર્ગ-જૈન ગૃહસ્થ અને મુનિઓએ કર્તવ્ય એક દૈનિક અનુષ્ઠાન, જેમાં
પૂર્વનિર્ધારિત સમય સુધી ધ્યાનના આસનમાં કાયાને નિશ્ચળ રાખી, પૂર્ણ મૌન રહી, ધ્યાન કરવાનું હોય છે. ઉત્સર્ગ એટલે ત્યાગ. કાયા + ઉત્સર્ગ = કાયોત્સર્ગ-કાયાનો ત્યાગ, અર્થાત્
ધ્યાનાદિ સાધનામાં રહી દેહાત્મભાવથી પર જવું રહેવું. કાર્પણ વણા-જુઓ ‘કર્મ'. કુસુમિણ-દુસુમિણ–રાત્રિ દરમ્યાન આવેલાં અશુભ સ્વપ્નો (કુસ્વપ્ન-દુ:સ્વપ્ન)ના
પ્રાયશ્ચિત્ત નિમિત્તે સવારના પ્રતિક્રમણમાં કરાતો એકસો કે એકસો આઠ
શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ. કુંથુઆ-નરી આંખે માંડ દેખાતા એક પ્રકારનાં સુક્ષ્મ જંતુઓ કેવળજ્ઞાન-પૂર્ણજ્ઞાન. ક્ષમાશ્રમણ-ક્ષમા જેનું જીવનસૂત્ર છે એવા સાધક, અર્થાત્ ક્ષમા ગુણના
પ્રયોગમાં તત્પર મુનિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org