SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દકોશ ૩૧૫ ક્ષયોપશમ-કર્માવરણનો આંશિક ક્ષય કે એવા આંશિક ક્ષયથી પ્રગટેલા જ્ઞાનાદિ ગુણ. ક્ષાયોપશમિક સમ્યગ્દર્શન-જુઓ ‘સમ્યગ્દર્શન.’ ક્ષાયિક-કર્માવરણના સંપૂર્ણ ક્ષયથી પ્રગટેલા ચિરસ્થાયી ગુણો. એક વખત પ્રગટયા પછી તેના ઉપર ફરી કોઈ આવરણ આવી શકતું ન હોવાથી તે સદા ટકે છે. ક્ષાયિક સમ્યગ્દર્શન–જુઓ ‘સમ્યગ્દર્શન’. ગણધર-તીર્થંકરના પટ્ટશિષ્ય. ગીતાર્થ-શ્રોત્રિય યાને શાસ્ત્રોના રહસ્યના પારગામી બહુશ્રુત મહાત્માઓ. ગુણ-જાઓ ‘દ્રવ્ય-ગુણ-પર્યાય.' ગુણઠાણું, ગુણસ્થાન, ગુણસ્થાનક-આત્મિક ગુણવિકાસની ભૂમિકાઓ માટે જૈનાગમોમાં આ શબ્દો પ્રચલિત રહ્યા છે. એવી ઉત્તરોત્તર ચૌદ ભૂમિકાઓમાં સમગ્ર મુક્તિયાત્રા આવરી લેવાઇ છે. વધુ માટે જુઓ પરિશિષ્ટ, પ્રકરણ ચોથું. ગુપ્તિ-અન્ય પ્રવૃત્તિથી વિમુખ થઈને, સદા અંતર્મુખ રહી આત્મસાધનામાં દત્તચિત્ત રહેવાસ્વરૂપ મુનિની પ્રમુખ સાધના. વિશેષ વિવરણ અર્થે જુઓ ‘સમિતિ-ગુપ્તિ’. ચારિત્ર-પર્યાય-મુનિજીવનના સ્વીકાર પછીનો સમયગાળો, અર્થાત્ દીક્ષિત જીવનની વય. ચારિત્ર મોહનીય–ક્રોધાદિ વિકારો અને વાસનાઓને પોષતાં તથા ઇચ્છા છતાં વ્રત, નિયમ, તપ, ત્યાગ આદિ આત્મસાધનામાં પ્રવૃત્ત થવા ન દેતાં કે તેમાં વિક્ષેપ ઊભા કરતાં કર્મ. જિન-૧. અંતરંગ શત્રુઓ-રાગ-દ્વેષ-મોહ કે કામ-ક્રોધ-લોભ-મોહ-મદ-મત્સર આદિ-ને જેણે જીતી લીધાં છે. ૨. આત્મવિશુદ્ધિના પરિપાકરૂપે જેને કેવળ (પૂર્ણજ્ઞાન), મન:પર્યવ કે અવિધ જેવા કોઈ અતીન્દ્રિય જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય. આ બંને પ્રકારના મહર્ષિઓને જૈન પરિભાષામાં ‘જિન’ કહે છે; કિંતુ લોકભાષામાં બહુધા ‘તીર્થંકર’ના પર્યાય તરીકે ‘જિન’ શબ્દ વપરાય છે. જિનશાસન-૧. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા-ઉપદેશ; ૨. એ આજ્ઞાને છે અનુસરનાર લોકસમૂહ-જૈનસંઘ. અહિંસા-પ્રેમ-કરુણા-અપરિગ્રહવૃત્તિ અને અનેકાંતદષ્ટિ ઉપર આધારિત જીવનપદ્ધતિ અને, જ્ઞાનથી રસાયેલી ત્યાગ-તપ-ધ્યાન અને કાયોત્સર્ગમય અંતર્મુખ સાધના-આ છે પારમાર્થિક જિનશાસન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy