________________
૩૧૬ | આત્મજ્ઞાન અને સાધનાપથ જિનેશ્વર-જિનોમાં સર્વશ્રેષ્ઠ, અર્થાત તીર્થંકર. તીર્થંકર નામકર્મના યોગે અતિ
વિશિષ્ટ પુણ્ય અને અસાધારણ શક્તિઓ સાથે અવતરેલા મહાપુરુષો; જે પોતાને પૂર્ણજ્ઞાનની પ્રાપ્તિ થયે જગતને મુક્તિપંથે દોરે છે–તીર્થની
‘સ્થાપના' કરી મોક્ષમાર્ગના સારથિ બને છે. જ્ઞાનાવરણીય-આત્માના જ્ઞાનગુણને આવરતાં / ઢાંકતા કર્મ. જ્ઞાનોપયોગ-જુઓ ‘ઉપયોગ'. તિર્થાલોક-ત્રણ લોકમાંનો મધ્યલોક, જેમાં માનવવસતિ છે તે. ઊર્ધ્વલોકમાં
દેવોનો વસવાટ છે, અને અધોલોક અર્થાત્ પાતાળમાં નારકોનો. તિતિક્ષા-સાધના દરમ્યાન ભૂખ-તરસ, ટાઢ-તડકો આદિ જે કંઈ કષ્ટ સામે આવે
તે પ્રસન્નતાપૂર્વક સહેવાં તે. દર્શન મોહનીય–જેને લીધે દેહમાં આત્મબુદ્ધિ રહે છે તે અવિઘાનું અજ્ઞાનનું
ધારણપોષણ કરતાં કર્મ. સમષ્ટિના ઉઘાડમાં આ કર્મ બાધક રહે છે. દષ્ટિરાગ-કોઈ મત-પંથ, વિચારધારા, વ્યક્તિ કે સંસ્થા પ્રત્યે મમત્વપ્રેરિત
ગુણનિરપેક્ષ આંધળી શ્રદ્ધા-ભક્તિ. દ્રવ્ય-આચાર્ય-ગુરુ તરીકેની ગુણસંપત્તિ વિનાના, સ્વાર્થી, ધન-શિષ્ય-કીતિની
ભૂખવાળા કહેવાતા ગુરુ કે આચાર્ય. દ્રવ્ય-ગુણ-પર્યાય-કોઈ પણ વસ્તુનો પૂરો પરિચય મેળવવા માટે તેના મૂળભૂત
ઘટક તત્ત્વ (દ્રવ્ય), તેના ગુણ-દોષ (ગુણ) અને તેની પરિવર્તનશીલ વિવિધ અવસ્થાઓ (પર્યાય)–આ ત્રણનું જ્ઞાન આવશ્યક છે. દ્રવ્ય–જેની ઉત્પત્તિ કે નાશ નથી, પણ અસ્તિત્વ સદા કાયમ રહી જેના
ગુણ કે પર્યાય જ માત્ર પલટાયા કરે છે તે મૂળ તત્ત્વ. ગુણ-સહભાવી અર્થાત્ એકની સાથે બીજી પણ રહી શકે એવી વિશેષતા
જેમકે પુલમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ, આત્મામાં જ્ઞાન, આનંદ
વગેરે. પર્યાય-કમભાવી અર્થાત્ જયાં એક હોય ત્યાં બીજી ન રહી શકે એવી
અવસ્થાઓ-જેમકે દેવ, મનુખ કે તિર્યંચ, સ્ત્રી કે પુરુષ વગેરે. ૧નો રાસ-આ નામનો, ઉપાધ્યાય યશોવિજ્યજી રચિત એક ગંભીર ગ્રંથ,
જેમાં તેમણે આત્મદ્રવ્યવિષયક દ્રવ્ય-ગુણ-પર્યાયની સૂક્ષ્મ સમીક્ષા
કરી છે. દ્રવ્યદષ્ટિ-પર્યાયને ગૌણ રાખી, દ્રવ્યને જ પ્રાધાન્ય આપતો દષ્ટિકોણ. દેશવિરતિ–૧. આણુવ્રતાપૂર્વક આંશિક સંયમ; ૨. આંશિક સંયમવાળું
ગુણસ્થાનક; ૩. જેણે પ્રતિજ્ઞાપૂર્વક આંશિક વ્રત-નિયમનો સ્વીકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org