SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ આત્મજ્ઞાન અને સાધનાપથ શ્વાસ અંદર લેતી વખતે તે ઊંચો થાય અને બહાર કાઢતાં નીચે જાય એની માનસિક નોંધ લેવાની હોય છે. પરોઢે ત્રણથી તે રાતના અગિયાર સુધી અમારે આ એક જ કામ કરવાનું હતું. એક કલાક બેઠાં બેઠાં અને પછી એક કલાક ઊભા થઈને ચાલતાં ચાલતાં. ચાલતાં થાકો ત્યારે ફરી બેસીને શ્વાસના આવાગમનની પૂર્વવત્ નોંધ લેવાની : અંદર..... બહાર.....અંદર....બહાર. વચ્ચે, સવારે સાડાપાંચ વાગે નાસ્તા માટે એક કલાક અને સાડા અગિયારે બપોરના ભોજન માટે એક કલાક છૂટી મળે. નાહવા-ધોવાનું પણ એ સમય દરમ્યાન પતાવવાનું. સામાન્યત: તમે ચાર કલાક ઊંઘો. બાકીના સત્તરઅઢાર કલાક તમારે શ્વાસ જોતા રહેવાનું એક જ કામ કરવાનું. ન પુસ્તકો વાંચવાનાં કે ન કોઈની સાથે વાત કરવાની. દિવસમાં એક વખત તમારા માર્ગદર્શકની રૂબરૂ મુલાકાતની તમને તક મળે. તમે ભાગ્યશાળી છો, વિદેશી છો, તેથી તમને એ તક સહેલાઇથી મળી જાય છે. પાંચ મિનિટની એ મુલાકાત વખતે થતી પ્રશ્નોત્તરીની એક નિયત પરિપાટી હોય છે. માર્ગદર્શક તમારી સામે જુએ, ને સાધનાની તમારી કોઈ વિશિષ્ટ બેઠકની વિગત તમે એમને જણાવો. દા. ત. આજે સવારે પાંચ વાગે, કે બપોરના ત્રણ વાગે~ગમે તે કોઈ એક બેઠક – શ્વાસ જાતો હું બેઠો હતો. શ્વાસ અંદર લેતાં અને શ્વાસ બહાર કાઢતાં નસકોરાની ધાર પર અડકતી હવાનો સ્પષ્ટ અનુભવ થઈ રહ્યો હતો. હું તેની નોંધ લેતો બેઠો હતો. શ્વાસ અંદર જાય ત્યારે હવાનો સ્પર્શ જરા ઠંડો લાગતો, અને શ્વાસ બહાર નીકળે ત્યારે જરા ઉષ્ણ સ્પર્શ જણાતો. અને, * ભગવાન બુદ્ધના એક પ્રવચન – મહાસતિપઠ્ઠાન સુત્ત-માં આ ધ્યાનપદ્ધતિનું સવિસ્તર નિરૂપણ થયેલું મળે છે. એ સૂત્રના પ્રારંભે જ આનાપાન સતિનો અધિકાર છે, ત્યાં સૂચવ્યું છે કે નાસિકાના અગ્રભાગે ચિત્તને કેન્દ્રિત કરી સાધકે શ્વાસના, આવાગમનનું નિરીક્ષણ કરવું. આ સદીના પૂર્વાર્ધમાં, મહાસી સયાડો નામના, બર્માના એક અગ્રગણ્ય વિપશ્યનાચાર્યે પેટના સ્નાયુનું અવલંબન લેવાની પ્રણાલિકા શરૂ કરી. રંગુનમાં ચોવીસ એકરમાં પથરાયેલું એમનું ધ્યાનકેન્દ્ર : થથન યૈતા Thathana Yeiktha છે ત્યાં, અને બર્મામાં અન્યત્ર પથરાયેલાં એકસોથી વધુ શાખા-કેન્દ્રોમાં તેમની પદ્ધતિ અનુસાર સાધના થાય છે. બર્મામાં તો હવે, આ બે પદ્ધતિના અલગ અલગ કટ્ટર સંપ્રદાય બની ચૂક્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy