________________
સાધન-નિષ્ઠા | ૨૪૧
નથી; ચારે કોર વહી જતું પાણી સુકાઈ જાય છે. જો તે એક જ દિશાએ વહે તો સમુદ્રને મળી શકે છે. સંસ્કારોનું પણ એવું જ છે. આપણી શક્તિ એક લક્ષ પર કેન્દ્રિત થઈ સંસ્કારોનો પ્રવાહ એક જ દિશામાં વહેતો રહે તો જ અનુભવ સુધી પહોંચી શકાય. માટે જગત તરફ પીઠ વાળીને, થોડો સમય એકાંતમાં વસીને, સાધકે આત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થે કેન્દ્રિત પ્રયાસ કરવો રહ્યો. આ માર્ગના અનુભવીઓએ તો કહ્યું છે કે
“ઉદાસીનતા મગન હુઈ, અધ્યાત્મ રસ ગ્રૂપ, દેખે નહિ કુછ ઔર જબ, તબ દેખે નિજ રૂપ.’
ચિત્તમાં ઊભરાતા સંકલ્પ-વિકલ્પ શમે ત્યારે નિજરૂપ ‘દેખી’ શકાયસ્વાનુભવ પામી શકાય. સંકલ્પ-વિકલ્પ શમાવવા એ નાનુંસૂનું કામ નથી. પરંતુ, ‘સમ્યગ્દર્શનની પ્રાપ્તિ જેની સાથે સંકળાયેલી છે તે આત્માનુભવની ઉપલબ્ધિ સંકલ્પ-વિકલ્પ શમે ત્યારે જ થઈ શકે' એ સમજણના અભાવે, આપણાં આરાધક ગણાતાં ધાર્મિક વર્તુળોમાં પણ ચિત્તની શુદ્ધિ, એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસ માટે સભાન પુરુષાર્થ બહુધા થતો નથી. સંકલ્પવિકલ્પ શમાવવાનું લક્ષ્ય પણ જયાં ન બંધાયું હોય ત્યાં એ માટેનો પ્રયત્ન પાંખો જ રહે એ સ્વાભાવિક છે. પાંખા પ્રયત્ને આવું ભગીરથ કાર્ય ક્યાંથી પાર પડે?
—
મુમુક્ષા ઉત્કટ હોય તો
સાધનામાર્ગની નિર્ભ્રાન્ત સમજ જેને લાધી હોય અને જેની મુમુક્ષા ઉત્કટ હોય તેવો મુમુક્ષુ સાધનામાં કેટલો કેવો તત્પર હોય તેનો કંઈક ખ્યાલ વાચકને, પોતે કરેલી સાધના વિષયક ડૉ. રિચર્ડ ઍલ્પર્ટે એક પ્રવચનમાં કરેલા ઉલ્લેખમાંથી મળી શકે એમ લાગતાં, હું તે અહીં વાચકો સમક્ષ મૂકું છું. મુમુક્ષુ સાધકોને તે જરૂર પ્રેરક નીવડશે.
૧૨
અમેરિકાના બોસ્ટન શહેરમાં જન્મેલા ડૉ. રિચર્ડ ઍલ્પર્ટ હવે રામ દાસ – Ram Dass બન્યા છે. તેમના પ્રવચનના અવતરણ પૂર્વે તેમનો થોડો પરિચય અહીં પ્રસ્તુત છે. સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીમાંથી ૧૯૫૭માં
૧૨. સમતાશતક, દુહો ૮૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org