________________
૨૪૨ આત્મજ્ઞાન અને સાધનાપથ
સાઈકૉલૉજીમાં પી. એચડી.ની ડિગ્રી લઈને, તે પછીનાં છ-સાત વર્ષ સ્ટેફર્ડ, યુનિવર્સિટી ઑફ કેલિફોનિયા- બર્કલી અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં સંશોધન અને શિક્ષણકાર્યમાં તેઓ વ્યસ્ત રહ્યા. તે દરમ્યાન ૧૯૬૧માં એમના જીવનપ્રવાહે નવો વળાંક લીધો. એ વર્ષના માર્ચ મહિનામાં એલએસડી વગેરે સાઇકેડેલિક ડગ્સ પર એમણે સંશોધન આરંભ્ય અને ટીમથી લીયરી-Timothy Leary વગેરે સાથે મળીને, સાઇકેડેલિક ડ્રગ્સ દ્વારા પ્રાપ્ય થતા ચેતનાના સ્તરો વિષયક વિસ્તૃત સંશોધનમાં તેઓ ખૂંપી ગયા. એ દરમ્યાન એમણે જાતે પણ ત્રણસોથી વધુ વખત વિવિધ સાઇકલિક ડ્રગ્સ લઈને, એનાથી બદલાતાં ચેતનાનાં પરિમાણોનો જાતઅનુભવ મેળવ્યો. આના ફળસ્વરૂપે તેઓ એ નિષ્કર્ષ પર આવ્યા કે ‘આપણને દશ્ય અને અનુભૂત વિશ્વ એ જ સંપૂર્ણ સત્ય નથી. આપણી ચેતનાનું સ્તર બદલી શકીએ તો વિવિધ તરંગલંબાઈ પર રહેલા અનેક અસ્તિત્વોનો અનુભવ આપણને થઈ શકે છે. પણ એ સ્થિતિ અલ્પજીવી અને પરાધીન હોય છે, જયારે પ્રાચીન યોગસાહિત્ય એ વાતની સાખ પૂરે છે કે યોગસાધના દ્વારા એવી સ્થિતિમાં સ્થાયી પ્રવેશ મેળવી શકાય છે અને તે પણ સ્વાધીનપણે.” પશ્ચિમના મનોવિજ્ઞાનિકો એ બાબત અજ્ઞાન છે, પણ પૂર્વના દેશોના કોઈ અનુભવી યોગી પાસેથી એ રહસ્ય જરૂર પ્રાપ્ત થઈ શકે એમ વિચારીને, એવા કોઈ જ્ઞાની પુરુષની શોધમાં ૧૯૬૭માં તેઓ ભારત આવ્યા. મહિનાઓની નિષ્ફળ શોધખોળના અંતે આખરે, તેઓ શોધતા હતા તેવા ગુરુ હિમાલયમાં તેમને અકસ્માત ભેટી ગયા. એમનાં ચરણોમાં એમણે જાત સમર્પિત કરી, ને એ આખો શિયાળો ગુરુના સાન્નિધ્યમાં રહી, સાધનામાં લીન બન્યા. ડૉ. રિચંડ ઍલ્પર્ટ હવે રામ દાસ બન્યા. ૧૯૬૮માં તેઓ અમેરિકા પાછા ફર્યા અને પૂર્વમાંથી પોતે જે પ્રાપ્ત કર્યું હતું, તેનો ત્યાં વિનિયોગ કરવા લાગ્યા. ૧૯૭૦માં તેઓ બીજીવાર ભારતની યાત્રાએ આવ્યા અને પછી સ્વદેશ જઈને ત્યાં પોતાની પ્રાપ્તિની લહાણી કરતા રહ્યા. આમ, અવારનવાર પૂર્વમાં આવી સાધનામાં વધુ ઊંડા ઊતરતા રહી, પશ્ચિમમાં પોતાની વ્યક્તિગત સાધનાની સાથોસાથ સાધનાશિબિરોનાં સંચાલન-આયોજન તેમજ પ્રવચનો દ્વારા પોતાની પ્રાપ્તિનો વ્યાપક વિનિયોગ કરતા રહેવું એ હવે એમનું જીવનકાર્ય બની ગયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org