________________
૨૯૮ આત્મજ્ઞાન અને સાધનાપથ
‘વીજળીને ત્યાંથી જાકારો પામીને પછી મેં ઘર છોડી દીધું. મહમ્મદ છેલની તપાસમાં લાગી ગયો. ભેટો થયો ત્યારે એના પગ પકડી લીધા. પણ એ તો મને મારવા દોડયા. કહે : ‘ફરી વાર આવ્યો છે તો ચકલું બનાવી દઈશ! ચાલ્યો જા અહીંથી. બહુ વીનવ્યા ત્યારે ઊલટું ગુસ્સે થઈને કહે : ‘મારી વાત માનવી હોય તો આ બધા ફતવા છોડી દેજે. એમાંથી કોઈએ સાર કાઢયો નથી અને કાઢશે નહિ. જે શીખે એનું ધનોતપનોત નીકળી જાય એવો આ વિદ્યાને માથે શરાપ
છે!'
‘પણ દીધી શિખામણ કોઈએ માની છે, તે હું માનું? મહમ્મદ છેલ પાસેથી હડધૂત થઈ હું પહોંચ્યો મોરબી. ત્યાં નથુરામજી કરીને સિદ્ધ પુરુષ હતા. છેંતાલીસ અવધાન કરી શકતા. એમની અવલોકન-શક્તિ એટલી તો જાદુઈ લાગતી કે એનો અનુભવ લેનારો ઘડીભર તો માની શકે નહિ કે આવું કામ માણસ કરી શકે. નથુરામજીએ પોતાના જીવનની પળેપળ, જે જે કંઈ જુએ એને નોંધી લેવામાં જ ગાળી હોય એટલી એકાગ્રતા પોતાના જીવનમાં જાણે વણી લીધી હતી. એમણે મને સમજાવવાનો પ્રયત્ન કરીને કહ્યું કે : “આ તો ભાઈ, સાધનાનો પથ છે. એમાંથી ધનના ઢગલા થાય નહિ.'
‘મારા મનનું સમાધાન થાય એમ નહોતું. મને તો એ વખતે લાગતું હતું કે આ બધા ગમે તેવી વાતો કરે, પણ હું કોઈ મહાન સ્વપ્નનો વારસદાર બની ગયો છું. પણ પણ... સ્વપ્ન જુદી વસ્તુ છે; સાધના, ઉપાસના, એકાગ્રતા, પળપળની જાગૃતિ એ તો જુદી જ જીવનિિસદ્ધ છે એનું ભાન મને બહુ મોડું થયું. પછી સુરત પાસે ડાહ્યાભાઈ કરીને એક સંમોહિની વિદ્યાના જાણકાર મને મળ્યા. એમની પાસેય મોટી સિદ્ધિ હતી. એમણે પણ મને સમજાવ્યું કે આ રસ્તે જવા જેવું નથી. એમાં ધનના ઢગલા તો ઠીક પણ મનના આનંદનો ખજાનો ખોઈ બેસવા જેવું છે. પણ જ્યારે માણસના મન પર કોઈ ધૂન ભૂતની જેમ સવાર થઈ જાય ત્યારે એ કોઈની ડાહી વાતને ગણકારતો નથી. કોઈ ગુરુની શોધમાં પગેરું કાઢતો હું ભમવા લાગ્યો. કોઈએ કહ્યું : ‘કાશી જા. ત્યાં ભસ્માનંદ નામે કાપાલિક રહે છે એ કદાચ ચેલો બનાવે તો બનાવે.' અને હું આવ્યો
બનારસ.
‘એ વખતે સંગીતાચાર્ય લલ્લનજીએ મને આશરો દીધો. કહ્યું : “ઈશ્વરે તને સૂરીલા કંઠની અલૌકિક ભેટ દીધી છે. મારી પાસે રહી જા. હું જાણું છું એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org