________________
૨૧૪ આત્મજ્ઞાન અને સાધનાપથ
૩૮
ગ્રંથના ઉપસંહારમાં કહે છે કે શાણા માણસે ‘પોતાનું’ અને ‘પરાયું’ એવા ભેદ પાડયા વિના જે સાચું જણાય તે સ્વીકારવું. તત્ત્વદર્શી શ્રીમદ્ રાજચંદ્રે તટસ્થ જિજ્ઞાસુઓને પથદર્શન કરતાં, સંક્ષેપમાં પણ સરળ અને વેધક ભાષામાં, આ તથ્યનો બુલંદ પડઘો પાડતાં ગાયું છે કે
“કર્મબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ; પ્રત્યક્ષ અનુભવ સર્વને એમાં શો સંદેહ ? છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ; કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ. જાતિ વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય; સાધે તે મુક્તિ લહે, એહમાં ભેદ ન કોય.’
,, ૩૯
:
તત્ત્વદર્શી પુરુષોના ઉપદેશની આ લાક્ષણિકતા હોય છે : તેઓ કોઈ મત-પંથના પક્ષકાર ન બનતાં, નિર્ભેળ સત્યના જ સમર્થક અને પ્રબોધક રહે છે.
- અવળું માર્ગદર્શન, અધૂરા અને અજ્ઞાન ‘ગુરુ’ઓનું
-
‘પોતાનો મત-પંથ જ સાચો છે, બીજા ખોટા' આ વલણ એ વાતની ચાડી ખાય છે કે એ વ્યક્તિ કે સમૂહનો આધ્યાત્મિક ઉઘાડ શ્રુત, ચિંતા અને ભાવના એ ત્રણ જ્ઞાન પૈકી, પ્રથમ જ્ઞાન-શ્રુતજ્ઞાન-ની કક્ષા સુધીનો જ છે. એ વ્યક્તિ કે વર્ગ શાસ્ત્રના માત્ર શબ્દો જ પકડીને બેસે છે, એના મર્મ સુધી એની પહોંચ નથી હોતી. એવી વ્યક્તિને બધાં આગમો-શાસ્ત્રો હોઠે રમતાં હોય તોયે જિનાજ્ઞાના તાત્પર્યથી તો તે અજાણ જ રહી ગઈ હોય છે.* જ્ઞાનીઓ ભારપૂર્વક જણાવે છે કે શાસ્ત્રોનું જેણે કેવળ શ્રવણ-વાચન જ
૩૮. ગત્મીયરીયો વા, : સિદ્ધાન્તો વિપશ્ચિતામ્ ।
-
- યોગબિન્દુ, શ્લોક ૫૫. ૩૯. શ્રીમદ્ રાજચંદ્ર, આત્મસિદ્ધિ, ગાથા ૧૦૪, ૧૦૫, ૧૦૭.
આ મુદ્દાની વિશદ છણાવટ અર્થે જુઓ લેખકકૃત ગ્રંથ : ‘આપણે આત્મનિરીક્ષણ કરીશું? ’ પ્રકરણ બીજું, ‘આગમોમાં પારંગત, છતાં જિનાજ્ઞાના બોધથી વંચિત.' એ શીર્ષક હેઠળ લેખકે કરેલું વિવેચન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org