________________
અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના | ૨૧૩
સાહસ તે વ્યક્તિ જ કરી શકે જેની મુમુક્ષા ઉત્કટ હોય, જેની દૃષ્ટિ પૂર્વગ્રહમુક્ત, તટસ્થ હોય અને પોતાના હિતાહિતનો વિવેક કરીને નિર્ણયાત્મક કદમ ઉપાડવા માટે જરૂરી સાહસવૃત્તિ, આંતરસૂઝ અને ઇચ્છાશક્તિની મૂડી જેની પાસે હોય.*
“છોડી મત-દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ...”
સાંપ્રદાયિક વાતાવરણમાં જેમનો ઉછેર થયો હોય છે તેવા મુમુક્ષુઓ સામાન્યત: તો, પોતાના મત-પંથ કે સંપ્રદાયમાં પ્રચલિત ન હોય તેવા કોઈ વિચાર કે સાધનાપદ્ધતિને તે તેમને લાભપ્રદ જણાતાં હોય તોય— અપનાવતાં અચકાતા હોય છે; કારણ કે, કોઈ પ્રબળ પુણ્યોદયે સાચા સાધનામાર્ગની વાત મુમુક્ષુ સાંભળે અને એ માર્ગે ડગ માંડવાની તે ઇચ્છા કરે ત્યારે, સાંપ્રદાયિક મમત્વના પાશમાં બદ્ધ કુળગુરુઓ શ્રદ્ધાભ્રષ્ટ થઈ જવાની ભીતિ બતાવી તેને એ માર્ગે જતાં વારે છે; અને અજ્ઞાન હોય ત્યાં ભય અને ભ્રમ પાંગરે, પોષાય, નભે એ સહજ છે. આથી અજ્ઞાનવશ, ખોટી ભીતિ અને ભ્રાંતિઓનો શિકાર બની સાચા સાધનામાર્ગે શ્રેયાર્થી જઈ શકતો નથી.
માટે, આવી કોઈ ભ્રમજાળમાં અટવાઈને સાચા સાધનામાર્ગથી દૂર ફંગોળાઈ ન જવું હોય તો ‘બાબાવાકય પ્રમાણમ્'ની મનોવૃત્તિ ત્યજી દઈને શ્રેયાર્થીએ જાતે જ શ્રી જિનાજ્ઞાને જાણવા-સમજવા યથાશક્તિયથામતિ પ્રયત્નશીલ થવું ઘટે અને, આ સંદર્ભમાં જ્ઞાનીપુરુષોએ મુમુક્ષુને જે સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે તેના ઉપર મનન-ચિંતન કરી આ પ્રશ્ન અંગે નિ:શંક બની જવું જોઈએ. સામાન્યત: દરેક મત-પંથના આત્મજ્ઞાની સંતો તો દોષક્ષય અને ગુણવૃદ્ધિમાં જે ઉપકારક જણાય તેને, ‘પોતાનું’ અને ‘પરાયું’ એવા વિભાગ પાડયા વિના, તેની ગુણવત્તાના ધોરણે જ અપનાવવાનો અનુરોધ કરે છે. આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજ ‘યોગબિન્દુ’
>k
વિપશ્યના-શિબિરો કયાં કયારે છે તેની માહિતી તથા વિપશ્યના-કેન્દ્રોમાં રહેવા-જમવાની વ્યવસ્થા, શિબિરના નિયમો આદિ વિગતો અને પ્રવેશપત્ર માટે સંપર્ક : વિપશ્યના વિશ્વવિદ્યાપીઠ, ધમ્મગિરિ, ઇગતપુરી (જિ. નાસિક) મહારાષ્ટ્ર- ૪૨૨ ૪૦૩. ફોન-ઇગતપુરી ૭૬ અને ૧૭૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org