________________
૨૨૬ આત્મજ્ઞાન અને સાધનાપથ
પકડાતો નથી. ને અનેકવિધ કષ્ટ કર સાધનામાં પ્રવત્ત રહેવા છતાં દયભૂમિ પરથી અહંની છાવણી સમેટાતી નથી અને સાધન જ બંધન બની રહે છે.
અખો કહે એ અંધારો કૂવો'
કોઈ એક સાધનામાર્ગની સરસાઈના વિવાદમાં સાધકનાં સમય-શક્તિ ન વેડફાય એ માટે, યોગમાર્ગના આચાર્યો સાધકોને પોતાની સાધના ગુપ્તા રાખવાનું સૂચવે છે.
દરેક વ્યક્તિનો ચહેરો બીજા બધા ચહેરાઓથી જુદો પડે છે અને દરેકના ‘ફિંગર પ્રિન્ટ્સ’ અલગ જ હોય છે તેમ જીવન પ્રત્યે અને સાધનાની વિભિન્ન પદ્ધતિઓ પ્રત્યે દરેક વ્યક્તિને પોતાનો આગવો અભિગમ હોય છે. ને, એમાંની મોટા ભાગની વ્યક્તિઓ પોતાના અભિગમને જ યથાર્થ માનતી હોય છે; તટસ્થભાવે બીજાના અભિગમને મૂલવવાની ક્ષમતા અને વિશાળ દષ્ટિ તેઓ ભાગ્યે જ દાખવી શકે છે. આધ્યાત્મિક સાધના પ્રત્યે અને તેની નોખી નોખી પદ્ધતિઓ પરત્વે વિભિન્ન દૃષ્ટિબિંદુ ધરાવતી એ વ્યક્તિઓ જયારે જાણે છે કે તમે કોઈ અમુક સાધનામાં વધુ રસ લઈ રહ્યા છો ત્યારે, તમે અપનાવેલી પદ્ધતિને ક્ષતિયુક્ત બતાવી તે પોતાને અભિમત સાધનામાર્ગની શ્રેષ્ઠતા તમારા મનમાં ઠસાવવા મથે છે; તો કોઈ અજ્ઞાનવશ કે ઈર્ષાદિથી પ્રેરાઈ એ સાધના માટેની તમારી યોગ્યતા વિશે ટીકા-ટિપ્પણ શરૂ કરી દે છે. સમાજમાં પ્રતિષ્ઠિત સ્થાને રહેલી અને વધુ બુદ્ધિમાન કે જાણકાર ગણાતી વ્યક્તિનો આવો વિપરીત પ્રત્યાઘાત પ્રારંભિક સાધકની સાધનામાં વિક્ષેપકારક બની શકે છે; યાવત્ સાધના પ્રત્યેની તેની શ્રદ્ધાને પણ શિથિલ કરી દઈ તે તેને સાધનાવિમુખ બનાવી દે એ પણ સંભવિત છે. પોતે અપનાવેલા સાધનામાર્ગમાં સાધકને દૃઢ વિશ્વાસ હોય તો પ્રતિકૂળ પ્રત્યાઘાતો એની શ્રદ્ધાને મોળી પાડી શકતા નથી. કિંતુ, એવા સાધકે પણ, તે જે સમાજની વચ્ચે બેઠો હોય તેનો, તેના પ્રત્યેનો અભાવ જળવાઈ રહે – નિવાર્ય અણગમો અને અસદભાવ ન જન્મે – તે માટે પોતાનો અભિગમ સામી વ્યક્તિને સમજાવવાની કોશિશ તો કરવી જ પડે છે, પરિણામે સાધનામાં નિરર્થક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org