________________
૬ | આત્મજ્ઞાન અને સાધનાપથ
શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે કે સાડાનવ પૂર્વ ભણી જનાર પણ અજ્ઞાની હોઈ શકે.
જેમ પહેરવેશ ઉપરથી કોણ કેટલું ભણેલો છે તે ન કહી શકાયમેલાંઘેલાં કપડાંવાળો વિદ્વાન હોઈ શકે અને મૂલ્યવાન કપડાં પહેરીને સુઘડ દેખાતો માણસ પણ અબુધ હોઈ શકે – તેમ શાસ્ત્રોના માત્ર ઓછા-વધતા જાણપણાથી જ જ્ઞાની-અજ્ઞાનીનો વિભાગ ન કરી શકાય. ઘણું ભણેલા અજ્ઞાની હોઈ શકે; અને એકે શાસ્ત્ર ન ભણેલો મહાજ્ઞાની હોઈ શકે.
તો પછી આરાધનાની કાયાપલટ – ધૂળનું સોનું – કરનાર “જ્ઞાન' એ શી વસ્તુ છે? જ્ઞાનનું મહત્ત્વ બતાવનાર શાસ્ત્રવચનોમાં જ્ઞાન’ શબ્દથી શું અભિપ્રેત છે? જ્ઞાન શબ્દનો વાસ્તવિક અર્થ શો?
કોઈ વ્યક્તિ -દા. ત. નોબેલ પારિતોષિકના સ્થાપક આફ્રેડ નોબેલ – ના નામથી અને કામથી આપણે પરિચિત હોઈએ, પણ પ્રત્યક્ષ કે છબી દ્વારા એનું રૂપ જોયું ન હોય તો એ વ્યક્તિનો આપણને અકસ્માત્ ભેટો થઈ જાય ત્યારે આપણે એને ઓળખી શકીએ ખરા?
આપણે જ્ઞાનને નામથી ઓળખીએ છીએ, અને કામથી – મિથ્યાત્વઅંધકારને હટાવનાર પ્રકાશ તરીકે અને ક્રિયા કરતાં અનેકગણી કર્મનિર્જરા કરાવનાર વગેરે તરીકે – પણ ઓળખીએ છીએ; પણ એનું સ્વરૂપ શું?-એ વિચાર કદી કર્યો છે? એને પિછાણી શકીએ એવી સ્થિતિ છે આપણી?
તો ચાલો, વિવિધ દૃષ્ટિકોણથી જ્ઞાનનું નિરીક્ષણ કરી આપણે એના સ્વરૂપનો અહીં વિશેષ પરિચય મેળવીએ. મુમુક્ષુની જ્ઞાનપ્રવૃત્તિનું કેન્દ્ર
એન્જિનિયરીંગ લાઇનમાં દાક્તરીનું કે સર્જરીનું જ્ઞાન એ કોઈ ક્વૉલિફિકેશન – લાયકાત નથી; એ જ્ઞાન ઇજનેરીના ક્ષેત્રમાં જ્ઞાન ગણાતું નથી; તેમ સફળ દાક્તર થવા માટે કાયદાપોથીઓનું જ્ઞાન ઉપયોગી નથી.
પ્રત્યેક ક્ષેત્રમાં “જ્ઞાન” એટલે તે તે ક્ષેત્રને સ્પર્શતા વિષયનો બોધ. એ બોધ જ તે ક્ષેત્રમાં “જ્ઞાન” તરીકે ગણના પામે. દાક્તરને શરીરરચનાનું, રોગોનું, રોગનાં લક્ષણોનું અને દવાઓનું જ્ઞાન જરૂરી; વકીલને કાયદાનું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org