SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ આત્મજ્ઞાન અને સાધનાપથ સાધકે શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ માટેની પોતાની પ્રવૃત્તિનું આ રીતે પરીક્ષણ કરતાં રહેવું જોઈએ. શ્રુતથી શુદ્ધિ-અંત:કરણની નિર્મળતા–જન્મે તો એ ઉપયોગી ગણાય. પ્રત્યેક હકીકત તે કાચા અનાજના દાણા જેવી છે. તેને કોઠારમાં સંગ્રહી રાખે ન ચાલે. અનાજના દાણા વડે રસોઇ તૈયાર કરી, દાંત વડે ચાવી, તેને લોહીના ટીપામાં પરિણમાવીએ તો એ દેહધારણમાં ઉપયોગી બને, તેમ શાસ્ત્રોની હકીકતો અને વિગતોના માત્ર સંગ્રહસ્થાન બન્ય કામ ન સરે. એ વિગતોમાંથી એક જીવનદૃષ્ટિ પ્રાપ્ત થવી જોઇએ-જીવન પ્રત્યે નવું વલણ ઘડાવું જોઈએ. માત્ર હકીકતો કે માહિતીઓને ગળી ગયે ન ચાલે. શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિ એકલું શ્રત એ કોઠારમાં પડેલા બીજતુલ્ય છે. શ્રવણ-વાચન પછી એના ઉપર ચિંતન થવું જોઈએ. ચિંતનથી જ્ઞાન વધે છે અને તેથી મધ્યસ્થભાવ જન્મે છે;" બીજાના, પોતાનાથી ભિન્ન વિચારો/મતો પ્રત્યે સહિષ્ણુતા પ્રગટે છે અને એમાંથી જે સારું હોય તે ગ્રહણ કરી લઈ બીજા અંશોની ઉપેક્ષા કરવાની ક્ષમતા આવે છે. ચિંતન પછી એની સાથે પોતાનો અનુભવ ભળતાં એ ભાવનાજ્ઞાનમાં પરિણમે–અર્થાત્ પોતાની ** જુઓ, પ્રકરણના અંતે પરિશિષ્ટ : શાસ્ત્રાધ્યયનનું લક્ષ્ય : જ્ઞાન કે માહિતી? २3. वाक्यार्थमात्रविषयं, कोष्ठकगतबीजसन्निभं ज्ञानम् । श्रुतमयमिह विज्ञेयं, - ષોડશક, ષો૧૧, શ્લોક ૭. ૨૪. ૩ રૂવ સૈવિવિજ વિત્તામાં તત્ ચાત્ | – ષોડશક, પો૦૧૧ શ્લોક ૮. ૨૫. શ્રુતજ્ઞાનાત્ વિવાદુ: ચાન્મતાવેશશ્વ, રિન્તયા माध्यस्थ्यं, भावनाज्ञानात् सर्वत्र च हितार्थिता।। ૨૬. કુણપ્રશસિવાન પરવેવનાગુપત્તિપરા પ્રવાસ્વમાવત્વત્ ...तथा च तस्य मूलागमेनैकवाक्यतामापाद्योपपत्तिरेव कर्तव्या, इत्थमेव सम्यग्दृष्टिपरिगृहीतस्य मिथ्याश्रुतस्यापि सम्यक्श्रुतत्वसिद्धेः। ષોડશક, પોટ ૧૬, શ્લોક ૧૩, ટીકા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy