SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ‘તૃષ્ણા બુઝાવે સો હી જ્ઞાન”, ૧૩ સાંભળતાં કે તેની પ્રવાસનોંધ વગેરે વાંચતાં અમેરિકાના વાહન-વ્યવહાર, લોકો, ત્યાંની જીવનપદ્ધતિ, રીતરિવાજ, રહેણીકરણી આદિનું જ્ઞાન આપણને મળે છે, તેમ શ્રત દ્વારા આપણે જગતના જડ-ચેતન દ્રવ્યો, પરિસ્થિતિઓ અને ભાવવિષયક પૂર્ણ જ્ઞાનીઓને પ્રાપ્ત થયેલા દર્શનનો અને સાધનામાર્ગના તેમના અનુભવનો લાભ મેળવી શકીએ છીએ. કિંતુ એ જ્ઞાનાર્જનના વિષયમાં પણ આપણા ચિત્તમાં સ્પષ્ટતા હોવી જોઈએ. કોઈ એક વિષયનું જીવનભર અધ્યયન કરતા રહીએ તોય પાર ન આવે એટલાં શાસ્ત્રો છે. માટે, આપણા ધ્યેય વિશે નિશ્ચિત દષ્ટિ કેળવી, ‘શાસ્ત્ર ઘણાં, મતિ થોડલી’ એ વસ્તુસ્થિતિને ખ્યાલમાં રાખી વિવેકપૂર્વક એમાંથી પસંદગી ન કરીએ તો જિંદગીભર શાસ્ત્રો ભણતાં રહીએ છતાં આત્મોન્નતિની દૃષ્ટિએ ખાસ લાભ ન થાય, એવુંય બને. માટે, પ્રારંભમાં સાધકે શ્રત દ્વારા એ જ્ઞાન મેળવવું રહ્યું કે જે પોતાને સ્વભાવદશામાં અથવા એની વધુમાં વધુ નજીક રહેવામાં સહાયભૂત થાય.' આધ્યાત્મિક સાધનાની દષ્ટિએ શાસ્ત્રાધ્યયન પાછળનો હેતુ માત્ર જાણપણું મેળવવું એ નહિ પણ વૈરાગ્ય અને શ્રદ્ધાને દઢતર કરવાં, મોક્ષમાર્ગની સ્પષ્ટ સમજણ મેળવવી, એ માર્ગે પ્રવૃત્તિમાં સહાયક તત્ત્વો કયાં છે તે જાણી એને જીવનમાં અપનાવવાની પ્રેરણા અને ઉત્સાહ પ્રાપ્ત કરવા અને વિનભૂત તત્ત્વોને પોતાના માર્ગમાંથી દૂર રાખવાની ચાવી હાથ કરવી, વગેરે હોય. જગતના ચેતન-અચેતન પદાર્થોનું જે જાણપણું વિભાવદશામાં ઘસડી જાય તે જાણપણું પણ અજ્ઞાન છે. જ્ઞાન અને અજ્ઞાન વચ્ચેનો ભેદ જાણપણા-અજાણપણાનો નથી, પણ જે જાણપણું આત્માને પોતાના સ્વભાવથી દૂર લઈ જનાર હોય – પછી ભલે તે આગમગ્રંથોનું હોય – તે અજ્ઞાન અને જે જાણપણું સ્વભાવદશામાં સ્થિર થવામાં ઉપયોગી હોય કે છેવટે સ્વભાવસભુખતા જગાડતું હોય તે જ્ઞાન. ૨૧. ગાયમાવી સંવેવૈરાર્થમ્ | – તત્ત્વાર્થસૂત્ર, અધ્યાય ૭, સૂત્ર ૭. * અહંકારવૃદ્ધિ આદિ દ્વારા. ૨૨. સ્વભાવનામસંસ્કાર-વાર જ્ઞાનમિત્તે ! ध्यान्ध्यमात्रमतस्त्वन्यत्, तथा चोक्तं महात्मना।। – જ્ઞાનસાર, જ્ઞાનાષ્ટક, શ્લોક ૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy