________________
૧૨ આત્મજ્ઞાન અને સાધનાપથ
કરાવનારી બને. યમ, નિયમ, તપ સીધાં જ મોક્ષપ્રાપક નથી, પરંતુ તે ચિત્તની શુદ્ધિ અને સ્થિરતામાં સહાયક બની પરંપરાએ મોક્ષસાધક છે.
‘યમ, નિયમ, તપ વગેરે સીધાં જ મોક્ષપ્રાપક છે' એવી માન્યતાને કારણે યમ, નિયમ, તપ, સંયમાદિની શુદ્ધિ અર્થે જરૂરી આત્મનિરીક્ષણ ન રહેતાં, એનાથી નીપજવું જોઈતું પરિણામ પ્રગટતું નથી. દા. ત., તપના યથાયોગ્ય આસેવનથી નાડીશુદ્ધિ થવી જોઈએ; એટલે કે નાડીઓમાં રહેલા મળો (toxins) બળી જાય; પરિણામે, શરીર હલકુંફૂલ લાગે અને ધ્યાન, સ્વાધ્યાય આદિની આરાધનામાં શરીર વિઘ્નભૂત ન રહેતાં, ચિત્તની સ્થિરતા સુલભ બને.
૧૯
જ્ઞાનપ્રાપ્તિ માટે બુદ્ધિની કેળવણી-બુદ્ધિના વિકાસ-ઉપરાંત હ્દયની વિશાળતાના વિકાસ ઉપર, સંયમ ઉપર, સંકલ્પશક્તિને સુદઢ બનાવવા ઉપર તથા ચિત્તને શાંત, શુદ્ધ અને ઇચ્છાનુસાર એકાગ્ર કરવાની શક્તિ સંપાદન કરવા ઉપર વધારે ધ્યાન અપાવું જોઈએ. અંત:કરણની આવી અવસ્થામાં જ વાસ્તવિક જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. તત્ત્વદર્શન મનની પ્રશાંત અવસ્થામાં પ્રાપ્ત થાય છે. માટે, ચિત્ત ઉત્તરોત્તર વિકલ્પરહિત, પ્રશાંત બનતું જાય અને સમત્વ સ્થિર થતું જાય એ દિશામાં નિત્ય, અવિરત પ્રયાસ કરવો જોઈએ. સામાયિકભાવની અર્થાત્ સમભાવની સ્થિરતાથી જ્ઞાનપ્રાપ્તિ થાય છે.” સામાયિકભાવ જેટલો ઊંડો તેટલું જ્ઞાન ઊંડું.
સાધનાલક્ષી શ્રુતાર્જન
સ્વાનુભૂતિ સુધી પહોંચવા માટે જરૂરી સાધનાનું આપણે વિહંગાવલોકનઊડતું અવલોકન કર્યું, પણ ત્યાં સુધી પહોંચીએ તે પહેલાં આપણે અનુભવીઓના વચનથી—શ્રુતથી* નિભાવવું રહ્યું. જેમ, ભારતની બહાર આપણે કદી પગ ન મૂકયો હોય તોય, અમેરિકા જઈ આવેલી વ્યક્તિની વાતો
૧૯. વિશતિવિશિકા, વિશિકા ૧, ગાથા ૧૭-૨૦
૨૦. યવિનું વિત્તિ ન વસ્તું માક્ષાત્ ગુરુબાપ દ્વન્ત શશ્વેત । औदासीन्यपरस्य प्रकाशते तत् स्वयं तत्त्वम् ॥
-
Jain Education International
યોગશાસ્ત્ર, પ્રસ્તાવ ૧૨, શ્લોક ૨૧.
* શ્રુત=શાસ્ત્ર કે ગુર્વાદિના વચનથી પ્રાપ્ત થતું જ્ઞાન.
For Private & Personal Use Only
www.jainelibrary.org