________________
અનુભવ : જીવન્મુક્તિનો અરુણોદય/૫૯
મિરેકયુલસ ’ (‘અજાયબીની શોધમાં') મને ભેટ મોકલ્યું. તાજેતરમાં જ તે એમના વાંચવામાં આવેલું. અમે સમાન રસની ઘણી બાબતો તેમજ પુસ્તકોની આપ-લે કરતા. એ પુસ્તક મને મોકલવાની માયાળુતા માટે હું એમને અંત:કરણથી દુવા દઉં છું. વર્તમાનમાં પણ આધ્યાત્મિક પથ ચાલુ જ છે, અને આત્મનિષ્ઠ મહાત્માઓ પણ છે, એ તથ્ય પ્રત્યે એ પુસ્તકે મારી આંખ ખોલી. ઉસ્પેન્સ્કી અને ગુજિએફે લખેલા બધા જ ગ્રંથો તેમજ એમના વિશે બીજાઓએ લખેલાં પુસ્તકો હું વાંચી ગયો; અને તેના ફળસ્વરૂપે મેં ગુરુની શોધ આરંભી દીધી.”
અહીં તેમણે ગુરુની શોધ, સત્સંગ અને પોતાની સાધનાની વિગતો આપી છે. એ શોધ, સત્સંગ અને અનેક વર્ષોની સાધના પછી એક દિવસે પોતાને જે અનુભવ થયો તે નોંધતાં, આગળ જતાં, તેમણે લખ્યું છે કે
“મારા ‘લાતિહાં’ના ચોથા દિવસે બાપકના યજમાન શ્રી આર્નોલ્ડના ઘેર અમે પહોંચ્યા ત્યારે બાપક, હંમેશની જેમ, સુબુદના કેટલાક સભ્યોથી ઘેરાઈને દીવાનખાનામાં બેઠા હતા. અમે એ ખંડમાં પ્રવેશ કર્યો ત્યારે બાપક અને મારી આંખો મળી; એમણે મારા પ્રત્યે અર્થસભર સ્મિત કર્યું. મેં મગજના પાછલા ભાગમાં ખટાક કરતો અવાજ અનુભવ્યો, ને મારા શરીરથી મારો આત્મા જાણે અલગ થઈ ગયો. જ્યારે હું બેઠો ત્યારે મારી કાયાને હું બેસતી જોઈ શકયો. હું–સાચો હું–એનાથી અલગ હતો. મને લાગ્યું કે હું ઇચ્છું તો હું એ કાયાને તજી દઈ શકું, કારણ કે શાશ્વત સત્ તો હું જ હતો ને શરીર તો માત્ર એના ઉપરનું એક વસ્ત્ર જ હતું. આ ભાન સાથે મારી અંદર સાચું સુખ ઉભરાતું લાગ્યું. જેના વિશે મેં પહેલાં કેવળ વાંચ્યું જ હતું, તે આનંદનો હું હવે અનુભવ કરી રહ્યો હતો. મને ભાન થયું કે સમસ્ત જ્ઞાન અને પ્રજ્ઞાનું મૂળ ખુદ મારામાં જ હતું. અને એ ભાન સાથે જ, સાચા સામર્થ્ય અને સુખનો પ્રવાહ મારામાં વહેતો થયો.* આત્મજ્ઞાનની ઉષા
સૂર્યોદય પહેલાં રાત્રિના અંધકારની ઘનતાને ઓગળતી ઉષા આવે છે, તેમ આધ્યાત્મિક સાધકોના જીવનમાં, અનુભવના આગમન પહેલાં, બહિરાત્મભાવને મોળો પાડતી આત્મજ્ઞાનની પ્રભા પથરાય છે. એ
――
‘ગુરુવાણી’(અંગ્રેજી), જુલાઈ ૧૯૬૬, પૃષ્ઠ ૮૨-૮૪, શ્રી ગુરુદેવ આશ્રમ (ગણેશપુરી, વજેશ્વરી)ના સૌજન્યથી સાભાર ઉષ્કૃત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org