SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ આત્મજ્ઞાન અને સાધનાપથ ભળભાંખળા પ્રકાશમાં પણ મુમુક્ષને સ્વરૂપનું કંઈક ભાન તો થાય છે, પરંતુ જયારે અનુભવ દ્વારા તેને સ્વરૂપની પાકી પ્રતીતિ મળે છે, ત્યારે જ તેની બહિરાત્મદષ્ટિ પૂર્ણપણે નિરાધાર બની હટે છે અને અંતર્દષ્ટિ ખીલી ઊઠે છે. કહ્યું છે કે – “જ્ઞાનતણી ચાંદરડી પ્રગટી તબ ગઈ કુમતિ કી રયણી રે; અકળ અનુભવ ઉદ્યોત થયો જબ સકળ કળા પિછાણી રે.” સમશ્નતાદિના અવલંબને કોઈ વ્યક્તિના જીવનમાં આત્મજ્ઞાનની પ્રભા પથરાય અને ક્રમશ: તે વધતી જાય, પણ, શિયાળામાં સૂર્યના સાક્ષાત દર્શનથી વંચિત રહેતા ધ્રુવપ્રદેશની જેમ, અનુભવનો પૂર્ણ પ્રકાશ અને ઊષ્મા પામ્યા વિના લાંબા સમય સુધી તે આત્મજ્ઞાનની એ પ્રભામાં જ રહે એવુંય બને. સૂર્યોદયની પૂર્વેક્ષણોમાં, ઘરમાં બેઠેલાને, સૂર્યોદય થયો છે કે નહિ એ કળવું જેમ ઘણીવાર મુશ્કેલ બને છે તેમ, લાંબા સમયથી આત્મજ્ઞાનની સ્પષ્ટ પ્રભામાં રહેતી આવી વ્યક્તિ ખરેખર અનુભવ પામી ચૂકી છે કે નહિ એ કળવું પણ સામાન્યત: કોયડો જ બની રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy