SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ 66 ૪ જાગીને જોઉં તો જગત દીસે નહિ!” દરેક ધર્મ-મતના સફળ સાધકો મનની પાર જઈને સ્વાનુભૂતિ પામે છે ત્યારે પોતે જે અનુભવ્યું તેના વિશે તેમના મુખેથી જે ઉદ્ગાર નીકળે છે તેના શબ્દો ભલે જુદા હોય પણ એનો ધ્વનિ એ જ હોય છે કે આપણે જે જગત જોઈ/અનુભવી રહ્યા છીએ તે કેવળ સ્વપ્ન જેવો માનસિક આભાસ જ છે-આપણી ચેતનાનો આવિષ્કાર જ માત્ર છે–એમાં કશું નક્કર તત્ત્વ નથી. સર્વ મત-પંથના અને સર્વ દેશ-કાળના જ્ઞાની પુરુષો આ જ વાત કરે છે. સ્વપ્નવત્ જગત? જૈન પરંપરાની પ્રબુદ્ધ વ્યક્તિઓનાં કથનોમાં પણ આ જ તથ્યને વાચા અપાઈ છે. આપણા નિકટના કાળમાં થઈ ગયેલ તત્ત્વવેત્તા શ્રીમદ્ રાજચંદ્રના મુખેથી ઉદ્ગાર નીકળ્યા છે : સકળ જગત તે એઠવત્ અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચા જ્ઞાન. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર. પ્રાચીન પ્રબુદ્ધ આચાર્યોએ પણ દશ્ય જગતની આભાસિકતાની જ વાત કરી છે. ઉપાધ્યાય યશોવિજયજી વાચક ‘સમાધિ શતક’માં અસંદિગ્ધ શબ્દોમાં ગાય છે કે “ભવપ્રપંચ મનજાલકી, બાજી જૂઠી મૂલ.” યોગનિષ્ઠ આચાર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy