SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ આત્મજ્ઞાન અને સાધનાપ પ્રારંભિક કક્ષામાં નીતિમય જીવન તથા દાનાદિનો અભ્યાસ અને, પછીથી એની સાથે ઉમેરાતાં વ્રત-નિયમ અને ધાર્મિક-અનુષ્ઠાનો વ્યક્તિના જીવનમાંથી વિચાર-વર્તનની સ્થૂલ અશુદ્ધિઓને દૂર કરીને ક્રમશ: સ્વાર્થવૃત્તિ, વાસનાઓ અને વિકારોને ક્ષીણ કરી તેના ચિત્તને નિર્મળ, શાંત અને ધર્મધ્યાનને યોગ્ય બનાવવા અર્થે છે. ધાર્મિક અનુષ્ઠાનો અને વિધિ-નિષેધ પાછળ રહેલ આ હેતુ – ધ્યાન સુલભ બને એવી મનોભૂમિકા ઘડાય એ – ખ્યાલમાં રહે તો ક્રિયાનું હાર્દ હાથમાં આવે. – ‘ક્રિયા’નું વ્યાપક ફલક ધ્યાન પણ ‘ક્રિયા’નું જ એક અંગ છે, એ સૂક્ષ્મ ક્રિયા છે. ‘ક્રિયા’ શબ્દથી પૂજા, પ્રતિક્રમણ અને પડિલેહણાદિનો જ બોધ આપણા ચિત્તમાં થતો હોય તો એ ખ્યાલ સુધારી લેવો ઘટે. આત્મનિષ્ઠ સંતોનો સત્સંગ, સહવાસ, સેવા-શુશ્રુષા-વૈયાવચ્ચ, સાધર્મિક ભક્તિ, દયા-દાન, સ્વાધ્યાય, આત્મચિંતન, જપ, ધ્યાન ઇત્યાદિ પણ ‘ક્રિયા’નાં જ અંગો છે-અતિ અગત્યનાં અંગો છે. શાસ્ત્રકારોએ ‘ક્રિયા’માં ધ્યાનાભ્યાસ અને તત્ત્વચિંતનનો સમાવેશ કર્યો છે એટલું જ નહિ, તત્ત્વચિંતન-નિરપેક્ષ બાહ્ય ક્રિયાને નિ:સાર કહી છે. ક્રિયા અને જ્ઞાન-વ્યવહાર અને નિશ્ચય-નો સંબંધ દર્શાવતાં ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે કે ૩૨ ક્રિયા યોગઅભ્યાસ હૈ, ફલ હૈ જ્ઞાનઅબંધ; દોનું કું જ્ઞાની ભજે, એક મતિ મતિ અંધ 33 ૩૨. (i) બહુવિધ ક્રિયાકલેશસું રે, શિવપદ ન લહે કોય; જ્ઞાનકલા પરગાસ સો રે, સહજ મોક્ષપદ હોય. ચેતન! મોહ કો સંગ નિવારો, ગ્યાન સુધારસ ધારો. ઉપા. યશોવિજયજી કૃત પદ ૧૩, ગાથા ૭. યોગ, અંતર ક્રિયા દ્રવ્ય-અનુયોગ; બાહ્ય હીન પણ જ્ઞાન વિશાળ, ભલો કહ્યો મુનિ ઉપદેશમાળ. દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ, ગાથા ૫. (ii) બાહ્ય ક્રિયા છે બાહિર સરખાવો : અધ્યાત્મસાર, વૈરાગ્યભેદાધિકાર, શ્લોક ૧૮; સમ્મતિ તર્ક કાંડ ૩, ગાથા ૬૭. ૩૩. સમાધિશતક, દુહો ૯૩. Jain Education International ― For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy