________________
સમત્વ: સાધનાનો રાજપથ ૧૪૩ અંતરની સ્થિતિ છે; તે છે ક્ષમા, સરળતા, નમ્રતા, નિરીહતા, સમભાવ વગેરે ગુણોરૂપે વ્યક્ત થતી મન:શુદ્ધિ. એની પ્રાપ્તિ અર્થે જ બહારનો વ્યવહારવિધિ-નિષેધ, વ્રત, નિયમ, સત્સંગ, સ્વાધ્યાય, અનુષ્ઠાનાદિ-ઉપદેશાયો છે. એ વ્યવહારનું બાહ્ય માળખું કેવું ઘડાય તેનો આધાર છે સાધકની આંતર-બાહ્ય પરિસ્થિતિ. તેથી સાધકોને પ્રાપ્ત ભિન્ન ભિન્ન દેશ-કાળ-સંયોગો અનુસાર તેમની સાધનાનો બાહ્ય દેહ જુદો પડવાનો. દેશ-કાળ-સંયોગ બદલાતાં રહે છે તેમ, વ્યક્તિની આત્મવિકાસની ભૂમિકા પણ બદલાતી જતી હોય છે. તેથી વ્યવહારમાર્ગનાં સાધનોનું બાહ્ય માળખું સદા સૌને માટે એકસરખું ન રહી શકે.
માટે, મતાગ્રહીઓના પ્રચારથી દોરવાઈ જઈ, પોતાથી ભિન્ન ક્રિયાકાંડને અનુસરનારા મુમુક્ષુઓ પ્રત્યે અસહિષષ્ણુતા, દ્વેષ, ધૃણા કે મત્સરના કળણમાં આત્માર્થીએ કદી ફસાવું ન જોઈએ. તેમજ તેમના પરસ્પર વિરોધી દાવાઓ સાંભળીને પોતે કઈ સાધના-પ્રક્રિયા અપનાવવી એ મૂંઝવણમાં પણ તેણે અટવાવું ન જોઈએ. જેનાથી પૂર્વોક્ત ગુણોની પુષ્ટિ થતી પોતે અનુભવી શકતો હોય તે તે અનુષ્ઠાન અને જીવનચર્યાનું અનુસરણ નિષ્ઠાપૂર્વક કરતા રહી મુક્તિપંથે સ્થિર ડગ માંડતાં તેણે આગળ વધવું ઘટે. – સમસ્ત “ક્રિયા'નું લક્ષ્ય શું?
સઘળી બાહ્ય ચર્ચાનું લક્ષ્ય સમત્વનો વિકાસ, બાનમાં પ્રવૃત્તિ અને પ્રગતિ દ્વારા આત્મદર્શન અને અંતે સ્વરૂપરમણતા છે. આત્મદર્શન અર્થે ધ્યાન આવશ્યક છે. અને ધ્યાનની પૂર્વતૈયારીરૂપે બાકીનું બધું–વ્રત, નિયમ, તપ, સંયમ, ભાવના, સ્વાધ્યાય, જપ વગેરે–છે. શ્રી સિદ્ધગિણિ મહારાજે ‘ઉપમિતિભવપ્રપંચાકથા'માં ધ્યાનયોગને દ્વાદશાંગીનો (અર્થાત્ સમસ્ત શાસ્ત્રોનો) સાર કહ્યો છે. અને ક્રિયાકાંડ તથા વિધિ-નિષેધના પ્રયોજન વિષે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે,
શ્રાવકના અને સાધુના જે કુલ ગુણો અને ઉત્તર ગુણો છે તે, તથા જે કાંઈ બાહ્ય ક્રિયા છે તે ધ્યાનયોગની સિદ્ધિ અર્થે કર્તવ્ય છે.”" ૩૦. યોગશાસ્ત્ર, પ્રકાશ ૪, શ્લોક ૧૧૩ (જુઓ પ્રકરણ પહેલું, પાદનોંધ ૧૪.) ૩૧. ઉપમિતિભવપ્રપંચાકથા, પ્રસ્તાવ ૮, શ્લોક ૭૨૫-૭૨૬. (જુઓ પ્રકરણ પહેલું
પાદનોંધ ૧૮).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org