________________
૧૫૮ | આત્મજ્ઞાન અને સાધનાપથ આજ્ઞાચક્ર–ભૂમધ્ય સ્થાપવી. થોડી થોડી વારે એ નિરીક્ષણ કરી લેવું કે શરીરનો કોઈ અવયવ કે સ્નાયુ કયાંયે તંગ (tense) તો નથી થઈ ગયો ને? મુખના સ્નાયુઓ ખાસ કરીને ભમ્મર ને જડબું – ગરદન, પેટ અને હાથ એ ક્ષોભનાં ખાસ કેન્દ્રો છે; ત્યાં ખાસ ધ્યાન આપવું. એ સિવાય પણ કોઈ ઠેકાણે જરા પણ તાણ જેવું જણાય તો તે દૂર કરીને પુન: પૂર્ણ શિથિલ (relaxed) થઈ જવું.
શિથિલીકરણ એ યોગનો પાયો છે. શારીરિક કે માનસિક તાણ અને ક્ષોભ ચિત્તને એકાગ્ર અને સ્થિર થવા દેતા નથી. માટે યોગાભ્યાસીએ આવા અભ્યાસ ઉપરાંત પોતાનું જીવન જ એવું ઘડવું રહ્યું કે જેમાં આવેશ, રઘવાટ, દોડધામને અવકાશ જ ઓછો રહે. રોજ એક નિયત સમય ફાજલ પાડી આ અભ્યાસ કરવો જોઈએ. સ્થિરતા આવતી જાય તેમ તેમ, ધીરે ધીરે સમય વધારતાં અડધા કલાક સુધી પહોંચવું.
પ્રારંભમાં તો આ કામ તદ્દન નીરસ અને કંટાળાભરેલું લાગશે, અને આસન છોડીને ઊભા થઈ જઈ કોઈ મહત્ત્વના કામમાં લાગી જવાની ઉત્કટ ઇચ્છા જાગશે. પરંતુ, સાધકે એ સમજી રાખવું કે, આ અભ્યાસમાં ખર્ચેલા સમય વ્યર્થ નહીં જાય. અર્ધા કલાક કે, છેવટે વીસ મિનિટ સુધી એક આસને આરામપૂર્વક નિશ્ચલ ન બેસી શકાય ત્યાં સુધી આ અભ્યાસ જારી રાખવો. અર્ધા કલાકનું આસન સિદ્ધ થયા પછી એનો સમય ઝડપથી વધારી શકાશે, અને થોડા જ સમયમાં કલાક-દોઢ કલાક સુધી એક આસને નિશ્ચલ બેસવાની ક્ષમતા પ્રાપ્ત થઈ શકશે. આસનની સ્થિરતાનો આ પાયો જેટલો દઢ નંખાયો હશે તેટલી પછીની સાધના સરળ થશે.
એ ધ્યાનમાં રહે કે પ્રારંભિક અભ્યાસી માટેનું આ સૂચન છે. આગળ જતાં એક અવસ્થા એવી આવે છે, જ્યારે કાયાથી અન્ય પ્રવૃત્તિ થતી રહે છતાં ચિત્ત સ્વમાં લીન રહે. પરંતુ પ્રારંભમાં તો, કાયાને સ્થિર રાખીને ચિત્તની સ્થિરતા કેળવવાનો અભ્યાસ કરવો રહ્યો. આસનની સ્થિરતાથી
२. वचनमनःकायानां, क्षोभं यत्नेन वर्जयेच्छांतः ।। रसभांडमिवात्मानं, सुनिश्चलं धारयेत् नित्यम् ।।
– યોગશાસ્ત્ર, પ્રકાશ ૧૨, શ્લોક ૧૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org