________________
ચિત્તસ્મૈર્યની કેડીઓ / ૧૫૭
પછીની સમાધિ અવસ્થામાં જ્ઞાતા-Àય, દૃષ્ટા-દેશ્ય વચ્ચેનો ભેદ પણ શમી જાય છે. આ ત્રણ-ધારણા, ધ્યાન તથા સમાધિ-યોગનાં અંતરંગ સાધન છે; અને વ્રત, નિયમ, પૂજા, પાઠ, સ્વાધ્યાય આદિ તેનાં બહિરંગ સાધન છે.
બહિરંગ સાધન વડે ચિત્તની નિર્મળતા સધાતાં, મુમુક્ષુએ અંત:સ્થ પરમાત્મા સાથેની અભેદાનુભૂતિ સુધી પહોંચવા અંતરંગ સાધનાનો આદર કરવો ઘટે. ચિત્તને બાહ્ય વિષયોમાંથી ખેંચી લઈને આત્મામાં સમાધિસ્થ કરવાનો અભ્યાસ એમાં સમાવિષ્ટ છે. એ અતિ કઠિન કાર્ય પાર પાડવા માટે વિવિધ પ્રક્રિયાઓ અને પદ્ધતિઓનો પ્રયોગ પ્રાચીન કાળથી થતો આવ્યો છે. તેમાંની કેટલીક સરળ પ્રક્રિયાઓ અહીં આપણે જોઈશું. સાધક, પોતાની પ્રકૃતિ, પૂર્વસંસ્કાર અને વર્તમાન સંયોગો અનુસાર, જે કોઈ પ્રક્રિયા પ્રત્યે વધુ આકર્ષાય તેનું અવલંબન લઈ, પ્રગતિ સાધી શકે છે.
પૂર્વતૈયારી
પ્રક્રિયાઓની ચર્ચા કરીએ તે પહેલાં આપણે ધારણાના અભ્યાસ પૂર્વેની તૈયારી અંગે થોડી વાત કરી લઈએ. ધ્યાનાભ્યાસ કરવા ઇચ્છતા સાધકે પહેલાં તો શરીરને તદ્ન શિથિલ (relaxed) કરીને કોઈ એક આસનમાં આરામપૂર્વક લાંબો સમય નિશ્ચલ બેસી રહેવાની ટેવ પાડવી જોઈએ. પદ્માસન કે સુખાસન એ માટે અનુકૂળ આસન છે. મેરુદંડ સીધો રાખવો. શરીર અશક્ત હોય તો મેરુદંડ સીધો રહે એ રીતે ચત્તા સૂઈને શવાસનનો અભ્યાસ કરી શકાય. પ્રારંભ પાંચ કે દશ મિનિટથી કરવો. જેટલો સમય કંઈ પણ હલનચલન કર્યા વિના-એક આંગળી સુધ્ધાં હલાવવાની ઇચ્છા પણ ન જાગે એ રીતે-રહી શકાય તેટલો જ સમય આમાં ગણનામાં લઈ
શકાય.
આ અભ્યાસ દરમ્યાન આંખો મીંચેલી રાખી, ચિત્તવૃત્તિ નાસિકાગ્રે નસકોરાંની નીચે ઉપલા હોઠના મધ્ય ભાગ પર —, હૃદયકમળ' પર કે
૧. અનુભવી યોગવિદો કહે છે કે આ કમળ તે છાતીમાં ડાબી બાજુએ રહેલું
પાર્થિવ હૃદય નહિ પણ એની સમાંતરે છાતીમાં જમણી બાજુએ આવેલું આધ્યાત્મિક કેન્દ્ર સમજવું. જુઓ, આર્થર ઓસબોર્ન કૃત Raman Maharshi and The Path of Self-knowledge, pp. 149-151 (Rider & Co., London).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org