________________
ચિત્તસ્મૈર્યની કેડીઓ ૧૫૯
શરીરની ચંચળતા પર કાબૂ આવે છે, એટલું જ નહિ, એથી મનની ચંચળતા પણ કંઈક ઘટે છે.
પ્રાણાયામ
મનને સ્થિર કરવા પ્રાણાયામના અભ્યાસને યોગવર્તુળોમાં ઘણું મહત્ત્વ અપાયું છે. એના મૂળમાં એ સિદ્ધાંત રહેલો છે કે પ્રાણ અને મન પરસ્પર સંકળાયેલાં છે. એકનું નિયમન કરો, એટલે બીજાનું નિયમન થઈ જાય છે.
3
હઠયોગે પ્રાણાયામની અનેક પ્રક્રિયાઓ વિકસાવી છે. ચિત્તજય ઉપરાંત શારીરિક સ્વાસ્થ્ય, રોગનિવારણ, તિતિક્ષાનો વિકાસ, અતીન્દ્રિય શક્તિઓ તથા સિદ્ધિઓની પ્રાપ્તિ વગેરે ઉદ્દેશો પાર પાડવા પણ પ્રાણાયામનો પ્રયોગ થતો રહ્યો છે. એના અભ્યાસ દ્વારા ચમત્કારિક કહી શકાય તેવાં પરિણામો હાંસલ કરનાર હઠયોગીઓ વર્તમાનમાં પણ મળી આવે છે. તિબેટના હિમાચ્છાદિત પ્રદેશોમાં જયારે પારો ઠારબિંદુ નીચે ગયો હોય ત્યારે પણ, બરફની શિલાઓ ઉપર ઉઘાડા શરીરે રાત્રિઓ પસાર કરતા લામાઓ એનાં જીવંત પ્રતીકો છે. ચાર-પાંચ દાયકા પહેલાં કલકત્તા યુનિવર્સિટીએ ત્યાંની પ્રેસિડન્સી કૉલેજના ફિઝિક્સ થિયેટરમાં માત્ર દાક્તરો અને વૈજ્ઞાનિકો માટે જ એક સમારંભનું આયોજન કરેલું, જેમાં નરસિંહસ્વામી નામના એક હઠયોગીને પોતાની શક્તિઓનું જાહેર નિદર્શન (demonstration) આપવા નિમંત્રેલા. અનેક કડક ચકાસણીઓ હેઠળ, સલ્ફયૂરિક એસિડ અને કાર્બોલિક એસિડ જેવા જલદ તેજાબ અને પોટાશિયમ સાયનાઈડ જેવા તાલપુટ વિષને પણ પચાવી જઈને, એ યોગીએ હાજર રહેલા વૈજ્ઞાનિકોને અને દાક્તરોને પોતાની અજબ સિદ્ધિઓની ખાતરી કરાવી હતી. પ્રેક્ષકોમાં સર સી. વી. રામન જેવા નોબેલ પારિતોષિકવિજેતા વૈજ્ઞાનિક પણ હાજર હતા; અને એ ડેમન્ગ્રેશનથી પ્રભાવિત થઈ એમણે કહેલું કે આ સિદ્ધિ ભૌતિક વિજ્ઞાનને એક પડકારરૂપ છે.
પરંતુ આવાં પરિણામ લાવી શકનાર પ્રાણાયામની એ અટપટી
૩. યોગશાસ્ત્ર, પ્રકાશ ૫, શ્લોક ૨-૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org