________________
૧૬૦ | આત્મજ્ઞાન અને સાધનાપથ પદ્ધતિઓ જોખમી પણ એટલી જ હોય છે. સમર્થ ગુરુની દેખભાળ હેઠળ અને કડક નિયમોના પાલનપૂર્વક એનો અભ્યાસ કરવાનો હોય છે. તેમાં જરા સરખી ગફલત થતાં સાધક કોઈ અસાધ્ય રોગ, ગાંડપણ કે ઓચિંતા. મૃત્યુના મુખમાં હડસેલાઈ જાય છે. પ્રાણાયામની એવી જોખમી અને જટિલ પ્રક્રિયાઓ સાથે અહીં આપણને નિસ્બત નથી. મુમુક્ષુની જિજ્ઞાસા તો એ જ હોય કે ચિત્તને શાંત-સ્વસ્થ-સ્થિર કરવાની ક્ષમતા પ્રાણાયામમાં છે ખરી?
શ્વાસ અને મનનો સંબંધ
ચિત્તમાં ઊઠતા વિચારપ્રવાહ અને આપણા શ્વાસોચ્છવાસને કંઈક સંબંધ છે એની પ્રતીતિ આજે તો વિજ્ઞાને વિકસાવેલાં કેટલાંક સાધનો પણ આપે છે. ડૉ. એલેકઝાન્ડર કેનને શોધેલા કેનન સાઈકોગ્રાફર્સ દ્વારા માણસના ચિત્તની વિભિન્ન અવસ્થાઓનો નિર્દેશ મળી શકે છે. એ યંત્રનો મુખવટો માસ્ક' પહેર્યા પછી વ્યક્તિની શ્વસનક્રિયાની ગતિવિધિની નોંધ, એ યંત્ર વડે આલેખ‘ગ્રાફ’ ઉપર થાય છે. આ આલેખ પરથી વ્યક્તિના ચિત્તની સ્થિતિનો - તે શાંત છે કે ચિંતાગ્રસ્ત? બાનમાં લીન છે કે વિક્ષિપ્ત? હિપ્નોસિસની અસર નીચે છે કે સંગીત-શ્રવણમાં તન્મય છે? વગેરેનો – ખ્યાલ એ વિષયના વિશેષજ્ઞ આપી શકે છે. આ ઉપરથી એ સમજી શકાશે કે આપણી શ્વસનક્રિયા અને વિચાર-પ્રક્રિયાને પરસ્પર નિશ્ચિત સંબંધ છે. જરા અવલોકન કરીશું તો, આપણને દેખાશે કે ક્રોધથી ધમધમતી વ્યક્તિનો શ્વાસ ઝડપથી ચાલે છે, જયારે ઊંડા ચિંતનમાં મગ્ન વ્યક્તિનો શ્વાસ ધીમી અને શાંત ગતિએ વહે છે. મન અશાંત હોય તો શ્વાસોચ્છવાસ અનિયમિત, ટૂંકા અને તૂટક ચાલે છે.
મન જેટલું શાંત તેટલા પ્રમાણમાં શ્વાસોચ્છવાસ નિયમિત, શાંત ધીમા અને લયબદ્ધ ચાલે છે. એથી ઊલટું, જો શ્વાસોચ્છવાસની ગતિ શાંત, ધીમી, લયબદ્ધ કરવામાં આવે તો અશાંત ચિત્ત પણ શાંત થતું જાય છે; અર્થાત્ ચિત્તની સ્થિતિ અનુસાર જેમ શ્વાસોચ્છવાસની ગતિમાં ફેરફાર થાય છે, તેમ વાસોચ્છવાસની ગતિ બદલીને ચિત્તની સ્થિતિમાં પરિવર્તન આણી શકાય છે. આથી, ચિત્ત ઉપર કાબૂ મેળવવા માટે, દરેક આધ્યાત્મિક મત-પંથના સાધકો એક યા બીજા રૂપે પ્રાણાયામનો આશરો લે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org