________________
શાનની પરખ અને પ્રતિ | ૨૭ સાધનામાર્ગથી વંચિત રહી જાય છે; અર્થાત્ મુગ્ધ જનોને આવો ઉપદેશ અનર્થકર નીવડે છે. શ્રી જિનવાણી આવી ક્ષતિઓથી મુક્ત છે.
શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલ શ્રુત સાત નયાત્મક છે. તે જાતઅનુભવમાંથી ઉદ્ભવેલ છે, એટલું જ નહિ, પૂર્ણ જ્ઞાનથી સાધનાનાં સર્વ પાસાંઓનું જ્ઞાન લાધ્યા પછી ઉપદેશાવેલ છે. તેથી કોઈ એક જ ભૂમિકાએ સ્થિત સાધકો પૂરતો જ તેનો સંદેશો મર્યાદિત નથી; બધી જ ભૂમિકાઓના અર્થી આત્માઓને પોતપોતાની ભૂમિકાને અનુરૂપ માર્ગદર્શન અને પ્રેરણા તેમાંથી પ્રાપ્ત થઈ શકે છે. અપૂનબંધકથી માંડીને માર્ગાનસારી, સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, સર્વવિરતિ આદિ ભિન્નભિન્ન ભૂમિકાએ રહેલ વ્યક્તિઓને એ શ્રત ધર્મમાર્ગે ટકાવી રાખે છે, અને તેમને જરૂરી પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડીને આગળ વધારે છે. શાસ્ત્રનું રહસ્ય પામેલ આત્મજ્ઞાની બહુશ્રુત ગુરુઓ પાસેથી તેનું પાન કરી તદનુસાર સાધનામાં પ્રવૃત્ત મુમુક્ષુઓ, સાધનામાર્ગની કોઈ પણ ભુલભુલામણીમાં અટવાયા વિના, સાધનામાં ઉત્તરોત્તર વિકાસ સાધી શીધ્ર ઇષ્ટ થેયે પહોંચી શકે છે.
સમશ્રતાનુસાર તત્ત્વનો અવબોધ વધુ ને વધુ વિશદ થતો જાય. આરાધનામાં યથાશક્તિ પ્રયત્નશીલ રહેવાની પ્રેરણા મળ્યા કરે તથા એ શ્રુતના આદ્ય પ્રવર્તક શ્રી જિનેશ્વરદેવનું સતત સ્મરણ-પ્રણિધાન રહે, તે માટે મુનિની દિનચર્યામાં પણ સ્વાધ્યાયને પ્રધાનતા આપી છે. સાધનામાં શિથિલતા આવી ગઈ હોય, કે વિષય-કષાયના આવેગો જોર કરતા હોય, ત્યારે શ્રતના અવલંબને વિકારો શમે છે, ચિત્ત નિર્મળ થાય છે, અને વૃત્તિ ફરી અંતર્મુખ બને છે. આચાર્ય શ્રી હરિભસૂરિ મહારાજ અને શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી જેવા પ્રખર બુદ્ધિનિધાન અને તાર્કિક મહાપુરુષોને પણ કટોકટીની પળે સમ્યફ વ્યુત ઉપકારક નીવડ્યું છે.
૮. (i) આગમધર ગુરુ સમકિતી,...શુચિ અનુભવાધાર રે. શુદ્ધ આલંબન આદરે, તજી અવર જંજાળ રે.
– યોગીશ્વર આનંદઘનજી, શાંતિજિન-સ્તવન, ગાથા ૪૭પ. (ii) सम्यग्विरक्तिर्ननु यस्य चित्ते, सम्यग्गुरुय॑स्य च तत्त्ववेत्ता। सदानुभूत्या दृढनिश्चयो, यस्तस्यैव सिद्धिर्न हि चापरस्य।
– દયપ્રદીપ-પત્રિશિકા, શ્લોક ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org