________________
૨૮ આત્મજ્ઞાન અને સાધનાપથ
સાધનામાર્ગમાં સમ્યફ શ્રતનું અવલંબન કેટલું ઉપકારક છે તે આથી સ્પષ્ટ થાય છે. માટે વિવેકી સાધકે પૂર્વોક્ત “સંશય નવિ ભાંજે શ્રુતજ્ઞાને, અનુભવ નિશ્ચય જેઠો;”—એ વચનોથી એમ સમજવાની ભૂલ ન કરવી કે શ્રુતજ્ઞાન નિરર્થક છે.
આધ્યાત્મિક વિકાસક્રમમાં અનુભવજ્ઞાનનું સ્થાન અને મહત્ત્વ એ વચનથી દર્શાવાયું છે. “શ્રુત એ જ્ઞાનનો પડછાયો છે–અનુભવીઓના જ્ઞાનનો આપણી બુદ્ધિમાં પડતો પડછાયો. પડછાયો કેટલું કાર્ય કરી શકે? એને જ બાથ ભીડીને ઊભા રહેવામાં જીવનની કૃતાર્થતા નથી. શાસ્ત્ર એ સાધન છે, સાબ નહિ; એ “સાઇનબોર્ડ” –માર્ગદર્શક પાટિયું છે, મંજિલ નહિ. શ્રુતના અંગુલિનિર્દેશ મુજબ ગતિ કરીને સ્વરૂપનો અનુભવ મેળવવો–સ્વરૂપનું પ્રત્યક્ષ દર્શન અને આત્મરમણતા પ્રાપ્ત કરવાં-એ શ્રુતનાં શ્રવણ-વાચન-પરિશીલનનું ધ્યેય છે. એ બેયની દિશામાં પગ ઉપાડ્યા વિના, માત્ર શાસ્ત્રના શબ્દો રયા કરવામાં, ખંડન-મંડનના બૌદ્ધિક આટાપાટા ખેલતા રહેવામાં કે ભેદ, પ્રભેદ અને ભાંગા ગણતા રહેવામાં જ મુમુક્ષુએ જીવન પૂરું કરવું ન ઘટે. – આ વાત મુમુક્ષુ આત્માઓના ચિત્તમાં ઠસાવવા અર્થે ઉપર્યુક્ત વણ ઉચ્ચારાયાં છે; એથી શ્રત નિરર્થક ઠરતું નથી. અનુભવનું મહત્ત્વ દર્શાવતાં એ વચનો પણ આખરે તો મૃત જ છે ને? અનુભવીઓના અનુભવનું જ્ઞાન આપણને તો શબ્દ દ્વારા અર્થાત શ્રત દ્રારા જ મળે છે. સાધનામાર્ગે શ્રત એ દીવો છે. મોક્ષમાર્ગે પ્રવૃત્તિના પ્રારંભથી માંડીને સાધક પૂર્ણતા ન પામે ત્યાં સુધી શ્રત તેને ઉપકારક છે. મુમુક્ષુએ શ્રુતજ્ઞાન કેટલું મેળવવું?
સમ્યફ શ્રુત કેવળજ્ઞાનાદિ પ્રત્યક્ષ જ્ઞાનથી આધારિત હોવાથી પ્રત્યક્ષ જ્ઞાન જેટલું જ શ્રદ્ધેય છે. તેથી સાધુઓને ‘શાસ્ત્રચક્ષુ' કહ્યા છે. શાસ્ત્ર દ્વારા તે અદષ્ટ અને અતીન્દ્રિય જગતનાં રહસ્યો જાણી શકે છે, અને સાધનામાર્ગે પણ નિર્વને ગતિ કરી શકે છે.
૯. નય અરુ ભંગ નિખેપ વિચારત, પૂરવધર થાકે ગુગહેરી; | વિકલ્પ કરત તાગ નવિ વાવે, નિવિકલ્પત હોત ભરી.
– યોગીશ્વર ચિદાનંદજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org