________________
૧૬૨ આત્મજ્ઞાન અને સાધનાપથ ચાલતો રહે એવી સુંદર યોજના મુનિની દિનચર્યામાં છે. પરંતુ ગમે તે કારણે, આજે એ પ્રણાલિકા લુપ્ત થઈ ગઈ છે. એટલું જ નહિ, અજ્ઞાનવશ કેટલાંક સાધુ-સાધ્વી એ સાચી સાધનાનો ઉપહાસ કે વિરોધ કરતાં પણ આજે જોવાય છે! શ્વાસોચ્છવાસનું નિરીક્ષણ
ઉચ્છંખલ ચિત્તને વશમાં લાવવા માટે, શ્વાસોચ્છવાસનું અવલંબન લેવાની પદ્ધતિ પ્રારંભિક સાધકોને ખૂબ સહાયક થતી હોવાથી તેની એક સાવ સરળ પ્રક્રિયાની વાત અહીં આપણે કરીશું. એ પ્રક્રિયામાં સાધકે શ્વાસો દ્વાસનું માત્ર નિરીક્ષણ જ કરવાનું છે. એના દ્વારા શ્વાસોચ્છવાસની ગતિ શાંત, ધીમી અને લયબદ્ધ થતાં ચિત્ત સ્વયં એકાગ્ર બને છે.
ઉશૃંખલ ચિત્તને શ્વાસોચ્છવાસના અવલંબને વશમાં આણતી આ સરળ પ્રક્રિયામાં, શ્વાસોચ્છવાસના નિયંત્રણની કોઈ ચિંતા કર્યા વિના, સાધકે તેની અવરજવર પર માત્ર નજર જ રાખવાની રહે છે. શ્વાસોચ્છવાસની આવજાવ પર નજર રાખવાના આ અભ્યાસમાં સાધકે માત્ર એટલું જ કરવાનું છે કે ધ્યાનના આસનમાં સ્થિર થઈ પોતાના શ્વાસોચ્છવાસને સજાગ રહી જોવા; એની ગતિમાં ફેરફાર કરવાનો કોઈ પ્રયત્ન કર્યા વિના, આવતા-જતા શ્વાસોચ્છવાસનું માત્ર નિરીક્ષણ જ કરવું.
આમાં નથી શ્વાસોશ્વાસ ઊંડા લેવા પ્રયાસ કરવાનો, નથી એની ઝડપ કે ગતિમાં કંઈ ફેરફાર કરવાનો કે નથી એના માર્ગનું નિયમન કરવાનું. જે રીતે, જે ગતિએ શ્વાસ ચાલતો હોય તેમાં કશું પરિવર્તન કરવાનો કે કોઈ પ્રભાવ પાડવાનો લેશમાત્ર પ્રયત્ન કર્યા વિના, તટસ્થ પ્રેક્ષકની જેમ, શ્વાસોચ્છવાસની ક્રિયાને માત્ર જોતા રહો. તકેદારી માત્ર એટલી રાખવી કે એક પણ શ્વાસ કે ઉચ્છવાસ પોતાના ખ્યાલ બહાર ન જાય.
જોકે શ્વસનક્રિયા ઉપર પ્રભાવ પાડવાનો કશોય પ્રયત્ન કર્યા વિના સાધક માત્ર તેના ઉપર નજર રાખશે તોય, પ્રારંભમાં તો, એની ગતિમાં થોડો ખળભળાટ કદાચ થવા માંડશે. પરંતુ પ્રારંભની એ અનિયમિતતા થોડા વખતમાં દૂર થઈ જશે અને શ્વાસોચ્છવાસની આવજાવ ઉપર ચોકી રાખવાના આ કામમાં મન જેમ જેમ પલોટાતું જશે તેમ તેમ એની ચંચળતા ઘટતી જશે અને સાથોસાથ શ્વાસની ગતિ પણ ધીમી, શાંત અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org