________________
સમ્યગ્દર્શનનો પાયો : સ્વાનુભૂતિ ૧૧૩
૨. અજિતજિનેસર ચરણની સેવા હેવાએ હું હળીયો;
કહીએ અણચાખ્યો પણ અનુભવ રસનો ટાણી મિલીયો. પ્રભુની મહેરે તે રસ ચાખ્યો, અંતરંગ સુખ પામ્યો; માનવિજય વાચક ઈમ જંપે, હુ મુજ મનકામ્યો.
– ઉપાધ્યાય માનવિજ્યજીકૃત અજિતનાથ-જિન-સ્તવન ૩. અવધુ અનુભવ કલિકા જાગી, મતિ મેરી આતમ સમરન લાગી.
અનુભવ રસ મેં રોગ ન શોગા, લોકવાદ સબ મેટા; કેવળ અચળ અનાદિ શિવશંકર ભેટા.
અવધુ ૩. વર્ષાબુંદ સમુદ્ર સમાની, ખબર ન પાવે કોઈ; ‘આનંદઘન’ વહે જ્યોતિ સમાવે, અલખ કહાવે સોઇ. અવધુ૦ ૪.
– અધ્યાત્મયોગી આનંદઘનજી. ૪. અનુભવજ્યોતિ જગી છે હૈયે અમારે બે, અનુભવજ્યોતિ જગી છે.
– યોગીશ્વર ચિદાનંદજી, ચિદાનંદ બહોંતેરી, પદ ૫૫. આ તો થઈ મુનિઓની વાત. હવે એક ગૃહસ્થ સાધકના ઉદ્ગાર જોઈએ –
આત્મજ્ઞાન વિચારતાં, પ્રગટયો સહજ સ્વભાવ; અનુભવ અમૃતકુંડમૅ, રમણ કરું લહી દાવ. આતમ-અનુભવજ્ઞાનમાં, મગન ભયા અંતરંગ; વિકલ્પ સવિ દૂર ગયા, નિવિકલ્પ રસ રંગ. આતમસત્તા એકતા, પ્રગટયા સહજ સરૂપ; તે સુખ ત્રણ જગમેં નહિ, ચિદાનંદ ચિરૂપ. જ્ઞાનરસાયણ પાયકે, મિટ ગઈ પુદ્ગલ-આશ; અચલ અખંડ સુખમેં રમું, પુરણાનદ પ્રકાશ."
આથી એ સ્પષ્ટ થઈ જાય છે કે, આત્માનુભવની પ્રાપ્તિ આ કાળે પણ સંભવિત છે. પણ તે માટે અખંડ પુરુષાર્થ અને નિષ્ઠાપૂર્વકની સાધના અપેક્ષિત છે. ભીતરમાંથી ઇશારો મળે અને આત્માનો સ્પર્શ થઈ જાય એવું
સમાધિવિચાર/મરણસમાધિવિચાર, દુહા ૮૧-૮૩ અને ૮૯. મૃત્યુપથારીએ પડેલા સમષ્ટિ ગૃહસ્થના મનોભાવો, વાતચીત અને પ્રવૃત્તિનું મનનીય નિરૂપણ આ નાનકડા (૩૮૨ દુહાપ્રમાણ) ગ્રંથમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org