SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ | આત્મજ્ઞાન અને સાધનાપથ આની કંઈક ઝલક મળે છે ત્યારે સમજાય છે કે મિબાદષ્ટિનું દર્શનજીવનનું અને જગતનું દર્શન-કેવું ભ્રામક છે, મિચ્યો છે. એ ઝલક મળ્યા પછી, જીવનની બાહ્ય પરિસ્થિતિમાં સંપત્તિ હોય કે વિપત્તિ-પણ જીવન મધુરું લાગે છે! એ ઊંચાઈએ પ્રફુટિત પ્રજ્ઞા વડે જીવનનાં દ્વન્દ્રોમાંથી સમભાવે પસાર થવું સહજ બની જાય છે. જેનું વર્ણન કરતાં– ગુણગાન ગાતાં–શાસ્ત્રો અને અનુભવીઓ થાકતાં નથી તે સમગ્દર્શનની મહત્તા અને માધુર્યનું આ છે રહસ્ય. શું વર્તમાન કાળે આત્માનુભવ મેળવી શકાય? પ્રશ્ન થશે કે, શું ધ્યાતા-ધ્યેયની એકતા કે આત્મારામતા માગી લેતા આ અનુભવની પ્રાપ્તિ આ ક્ષેત્રે વર્તમાનમાં શકય છે ખરી? શું એ દશા ‘કેવળજ્ઞાનની તદ્દન નિકટવર્તી જ હોઈ', આ ક્ષેત્રે આ કાળના માનવીની પહોંચ બહારની નથી? ના, એવું નથી; આત્માનુભવની પ્રાપ્તિ આપણને આ જીવનમાં ન જ થઈ શકે એમ માની લેવાની જરૂર નથી. આપણા નિકટના કાળમાં થઈ ગયેલ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ, ઉપાધ્યાય માનવિજયજી વાચક, યોગીશ્વર આનંદઘનજી અને ચિદાનંદજી મહારાજે પોતાને અનુભવ પ્રાપ્ત થયાના સ્પષ્ટ ઉલ્લેખો કર્યા છે. આ રહ્યા એમાંના કેટલાક ઉલ્લેખો – ૧. માહરે તો ગુરુચરણ પસાયે, અનુભવ દિલમાંહિ પેઠો; ઋદ્ધિવૃદ્ધિ પ્રગટી ઘટમાંહિ આતમ રતિ હુઈ બેઠો રે. – ઉપાધ્યાય યશોવિજયજી. શ્રીપાળરાસ, ખંડ ૪, ઢાળ ૧૩.* ૧૭. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે પોતાને અનુભવ પ્રાપ્ત થયો હોવાનો ઉલ્લેખ, આ ઉપરાંત, નિશ્ચય-વ્યવહાર ગભિત શાંતિ-જિન-સ્તવન (ઢાળ ૬, ગાથા ૯), ચંદ્રપ્રભ-જિન-સ્તવન (ગાથા ૨), પ્રતિમ-શતક સટીક (શ્લોક ૯૭ થી ૯૯), દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ (સ્વોપજ્ઞ ટબાર્થ, ગાથા ૨૮૮) આદિ અનેક સ્થળે કર્યો છે. પોતાને અનુભવની પ્રાપ્તિ શ્રીપાળરાસની રચના કરતાં થઈ એ વાત એ રાસની ઉપર્યુક્ત ઢાળની પ્રથમ ગાથામાં જણાવીને, પછી એમણે એ આખીયે ઢાળમાં સાધનામાર્ગમાં અનુભવજ્ઞાનનાં સ્થાન અને મહત્ત્વનું પ્રાસાદિક અને વેધક ભાષામાં વિગતે નિરૂપણ કર્યું છે. જિજ્ઞાસુઓએ તે અવલોકનીય અને મનનીય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy