________________
સદર્શનનો પાયો : સ્વાનુભૂતિ, ૧૧૧ આત્માનુભૂતિના દઢ પાયા ઉપર જેના જીવનનું મંડાણ હોય છે તે અવિનાશી પરમાત્માનો શાંત સહવાસ સતત અનુભવે છે; આથી, એને સુરક્ષિતતાનો અખંડ અનુભવ રહે છે. કોઈ વાર એના ચિત્તની સપાટી ઉપર વિક્ષોભની ક્ષણિક લહેર આવેલી દેખાય, પણ એનું અંતસ્તલ તો નિર્ભય, નિરીહ, નિરિચ્છ, નિરાકુળ જ રહે છે. વિશુદ્ધ ચેતના સાથેના ઐકયની પ્રતીતિ અંતરમાં એક આરામદાયી શાંતિનો સતત અનુભવ એને આપે છે. એ વિશ્વનાટકનું માત્ર એક પાત્ર જ બની રહે છે; “પોતાનું કહેવાય એવું કોઈ કર્મ એને રહેતું નથી; આથી હર્ષ-શોક, રાગ-દ્વેષ, યશઅપયશના કંથી એ પર બની જાય છે.
વાચક હવે સમજી શકશે કે શ્રત અને ચિંતાજ્ઞાનમાં અટકી ન જતાં અનુભવજ્ઞાન મેળવવું આવશ્યક શાથી છે. શ્રુત અને ચિંતાજ્ઞાનનું પણ મૂલ્ય છે, પણ તે બોધ કેટલો તકલાદી હોય છે એની પ્રતીતિ કટોકટીની પળોમાં કે વિપત્તિમાં થઈ જાય છે. શ્રવણ-વાચન-ચિંતન દ્વારા પ્રાપ્ત સમજણના આધારે સંપત્તિમાં અનુકૂળતામાં જેવી સમતા ટકતી જણાય છે એવી જ સમ આંતરસ્થિતિ બાહ્ય વિષમતામાં પણ રહે એ માટે એ સમજણ આત્માનુભૂતિ દ્વારા ચિત્તના અંતરતમ સ્તર સુધી પહોંચેલી હોવી જોઈએ. આ કારણે, આત્મદર્શન થયે જ દષ્ટિ સાચી/સમ્યગુ થઈ ગણાય છે અને તે પૂર્વેની દષ્ટિ મિશ્રા/ખોટી કહી છે.
- બૌદ્ધિક સ્તરે જગતની નશ્વરતા અને અસારતા ભલે સમજાઈ હોય તોયે, અનુભૂતિ ન થાય ત્યાં સુધી, અવચેતન મન-subconscious-માં તો જગત સ્થાયી, સત્ય, ઉપાદેય જ મનાયેલું રહે છે. તેથી મિશ્રાદેષ્ટિ એના દ્વારા કાંઈક મેળવવા-વ્યવહાર સિદ્ધ કરવા-મથે છે; જયારે સમ્યગ્દષ્ટિને એ પ્રતીતિ સતત રહે છે કે જગત વિનાશશીલ, ક્ષણભંગુર, સ્વપ્નતુલ્ય, ‘ઇન્દ્રજાલ સમ’ કે ‘પુદ્ગલજાલ તમાસો” છે; તેથી તેને એમાં લેશમાત્ર ઉપાદેયબુદ્ધિ રહેતી નથી; એને એ નિ:સાર જ લાગે છે. એ બેઠો બેઠો એનો તમાસો જોયા કરે છે. પોતાના જીવનના ઘટનાપ્રવાહને પણ તે અલિપ્ત ભાવે નિહાળતો હોય છે – ‘એનાથી પોતાને ન કશું પ્રાપ્ત થવાનું છે કે ન કશું ખાવાનું છે? આ બોધ એના અવચેતન મન સુધી વ્યાપ્ત રહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org