________________
૪૦ આત્મજ્ઞાન અને સાધનાપથ
“અનુભવ” શું છે?
યોગીશ્વર ચિદાનંદજી મહારાજે અનુભવની ઓળખાણ આપતાં કહ્યું
આપે આપ વિચારતાં, મન પામે વિસરામ; રસાસ્વાદ સુખ ઉપજે, અનુભવ તાકો નામ. આતમ-અનુભવ તીરસે, મીટે મોહ અંધાર; આપરૂપમેં જલહલે, નહિ તસ અંત ઓ પાર.
-- અધ્યાત્મબાવની. સિદ્ધપરમાત્માના કે શ્રી જિનેશ્વર દેવના કે નિજના જ શુદ્ધ આત્મસ્વરૂપનું ચિંતન-મનન-ધ્યાન કરતાં, કોઈ ધન્ય પળે, મન શાંત થઈ જાય છે અને બાતા ધ્યેયની સાથે તદાકાર બની, શુદ્ધ આત્મસ્વરૂપમાં ખોવાઈ જઈ, પોતાના યથાર્થ સ્વરૂપનું અને આંતરવૈભવનું ‘દર્શન’ પ્રાપ્ત કરે છે. પોતાના અલૌકિક, શાશ્વત આનંદસ્વરૂપની આ અનુભૂતિથી મોહઅંધકાર દૂર થવાથી થાતાને તત્કાલ આત્મજ્ઞાનનો પ્રકાશ લાધે છે. આ અપૂર્વ ઘટનાને શાસ્ત્રીય પરિભાષામાં ‘આત્મજ્ઞાન’ કે ‘અનુભવ ની સંજ્ઞા અપાઈ છે.
સૂર્યોદય થાય એ પહેલાં જેમ અરુણોદય આવીને રાત્રિનો અંધકાર હટાવી દે છે, તેમ કેવળજ્ઞાનનો સૂર્ય પ્રકાશે એની પૂર્વે અનુભવ આવીને મોહનો અંધકાર ઉલેચી નાંખે છે. સવારમાં પ્રકાશ આવીને આખી રાતની આપણી ઘસઘસાટ ઊંઘ કે સ્વપ્નમાળાનો એક પળમાં અંત લાવી દે છે; તેમ અનુભવનું આગમન દેહ અને કર્મકત વ્યક્તિત્વ સાથેના અનાદિના આપણા તાદાત્મને એક ક્ષણમાં ચીરી નાંખે છે. આ દેહ અને હું એ બંને સામાન્યપણે એકરૂપ ભાસે છે; છતાં વાસ્તવમાં બંને તદ્દન ભિન્ન છે. અનુભવના પ્રકાશમાં આ હકીકત માત્ર બૌદ્ધિક સમજ ન રહેતાં, જીવંત સત્ય બની જાય છે. પહેરેલ કપડાં પોતાથી જુદાં છે એ ભાન દરેક માનવીને જેટલું સ્પષ્ટ છે, તેટલી જ સ્પષ્ટતાથી આત્માનુભવવાળી વ્યક્તિ દેહને પોતાથી અલગ અનુભવે છે.
જેમને અપરોક્ષાનુભવ થયો નથી કે એનો અણસાર પણ મળ્યો નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org