________________
અનુભવ : જીવન્મુક્તિનો અરુણોદય ૪૧ તેમને સ્વાનુભૂતિની દશા વાણી દ્વારા સમજાવવી મુશ્કેલ છે. જન્માંધને વાણીથી રંગોનો ભેદ કઈ રીતે સમજાવવો? કે જેણે કદી ઘી કે માખણ ચાખ્યાં જ નથી એને ઘીના સ્વાદનો ખ્યાલ આપવા શું કહેવું? અનુભવની અવસ્થાનો ખ્યાલ આપવાનો પ્રયાસ કરતાં અનુભવીઓને આ જ મૂંઝવણ રહે છે. જે સ્થિતિ વાચાથી પર છે, તેને વાણી દ્વારા શી રીતે વ્યક્ત કરવી? તેથી અનુભવવિષયક કોઈ પણ નિરૂપણ અધૂરું લાગે એ સ્વાભાવિક છે. પરંતુ એનાથી અનુભવાવસ્થાનો આછો-પાતળોય ખ્યાલ જિજ્ઞાસુઓ મેળવી શકતા હોય તો એથી રૂડું શું?
જ્ઞાનીઓએ અનુભવને ‘તુર્યાઅર્થાત્ ચોથી અવસ્થા કહી છે. ઊંઘ અને જાગૃતિ એ બે અવસ્થાઓ આપણને સૌને પરિચિત છે. જાગૃત અવસ્થામાં આપણું મન અને ઇન્દ્રિયો બાહ્ય જગત સાથેના સંબંધમાં રહી આપણને તેનું જ્ઞાન કરાવે છે. ઊંઘમાં બાહ્ય જગત સાથેનો સંપર્ક કપાઈ જાય છે, ઇન્દ્રિયો અને મને પોતાનું કામ બંધ કરી રજા માણે છે અને આપણે શૂન્યતામાં ખોવાઈ જઈએ છીએ. કેટલીક વાર શૂન્યતામાં ખોવાઈ જવાના બદલે આપણે સ્વપ્નો જોઈએ છીએ, એ સૂચવે છે કે મનની પ્રવૃત્તિ સર્વથા અટકી નથી. સ્વપ્નાવસ્થામાં ઇન્દ્રિયો બાહ્ય જગતની નોંધ લેતી નથી, શરીર નિશ્રેષ્ટ પડ્યું હોય છે, પરંતુ મન ગતિશીલ રહે છે. આમ, આપણા પરિચયની ત્રણ અવસ્થા થઈ : જાગત, ગાઢ ઊંધ અને સ્વપ્ન. અનુભવની ચોથી અવસ્થા એ ત્રણેથી જુદી છે; એને પોતાનું આગવું વ્યક્તિત્વ છે. ગાઢ ઊંઘમાં બાહ્ય જગત ભુલાય છે તેની સાથે જાગૃતિ પણ જાય છે; જ્યારે તુર્યાના આ અનુભવ વખતે, બાહ્ય જગતનું ભાન ન હોવા છતાં, સાવધાની / જાગૃતિ પૂર્ણ હોય છે અને પોતાનું આનંદપૂર્ણ અસ્તિત્વ સત્તા પ્રબળતાથી અનુભવાય છે. એક સંતે આ અવસ્થાની ઓળખાણ આ રીતે આપી છે :
“જાગૃતિમાંની ગાઢ નિદ્રા અર્થાત્ ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, અહંકારબધું નિદ્રાધીન છે, અને દેહમાં પરમેશ્વર જાગે છે.”
૮. (i) યોગશાસ્ત્ર, પ્રકાશ ૧૨, શ્લોક ૪૭-૫૦, અને (ii) ઉપા. યશોવિજયજીકૃત અધ્યાત્મોપનિષદ્, જ્ઞાનયોગશુદ્ધિ, શ્લોક
૨૪-૨૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org