________________
૪૨ આત્મજ્ઞાન અને સાધનાપથ
આ અનુભવ આવે છે ત્યારે ઓચિતો આવે છે. અચાનક જ ચિત્ત વિચારતરંગો રહિત શાંત થઈ જાય છે, દેહનું ભાન જતું રહે છે અને આત્મપ્રકાશ ઝળહળી ઊઠે છે. અંધારી મેઘલી રાતે તદ્દન અજાણ્યા સ્થાને ઊભા રહેલા મુસાફરને અચાનક ત્રાટકતી વીજળીના ઝબકારામાં પોતાની આજુબાજુનું દશ્ય દેખાઈ જાય છે તેમ, આ અનુભવથી સાધકને એક પલકારામાં પોતાના સાચા સ્વરૂપનું શુદ્ધ સ્વરૂપનું ‘દર્શન’ લાધે છેપોતાનું અકલ, અબદ્ધ, શાશ્વત, શુદ્ધ સ્વરૂપ અનુભવાય છે, એની પ્રતીતિ મળે છે. શ્રતની જેમ અહીં ક્રમે ક્રમે જ્ઞાનની વૃદ્ધિ નથી થતી, પરંતુ ક્ષણવારમાં જ પૂર્વના અજ્ઞાનનું સ્થાન આત્માનું નિર્ભીત જ્ઞાન લે છે. વર્ષોના શાસ્ત્રાધ્યયનથી પ્રાપ્ત થાય એથી અધિક સ્પષ્ટ, નિશ્ચિત અને ઊંડાણવાળું જ્ઞાન આ થોડી ક્ષણોમાં જ મળી જાય છે.
આ અનુભવ અત્યંત સુખદ હોય છે. એ વખતે વચનાતીત શાંતિ લાધે છે. પરંતુ એકલા શાંતિ કે આનંદના અનુભવને સ્વાનુભૂતિનું લક્ષણ ન કહી શકાય. ચિત્ત કંઈક સ્થિર થાય, ત્યારે પણ શાંતિ અને આનંદ તો અનુભવાય છે, પરંતુ અહીં જ્ઞાતા અને જ્ઞયનો ભેદ રહેતો નથી; ધ્યાતા બેય સાથે એકાકાર બની રહે છે; પરમાત્મતત્ત્વ સાથે ઐકય અનુભવાય છે; આનંદ વચનાતીત હોય છે; વીજળીના ઝબકારાની જેમ એકાએક ત્રાટકતો જ્ઞાનપ્રકાશ રેલાય છે, અને સાધકને વિશ્વનું રહસ્ય પોતાની સમક્ષ ખુલ્લું થઈ ગયેલું લાગે છે; અને તેને એ જ્ઞાન, વિશ્વાસ અને નિશ્ચય થઈ જાય છે કે ભવિષ્ય અંધકારમય નથી, પરંતુ ઉજજવળ છે. એ વિશ્વાસ સાથે મૃત્યુનો ભય પણ વિનષ્ટ થઈ જાય છે, મૃત્યુથી પર પોતાનું શાશ્વત અસ્તિત્વ છે એની એને અચલ પ્રતીતિ મળે છે; અને, એના અંતરમાં સમસ્ત વિશ્વને આલિગતો પ્રેમ ઉમટે છે – આ છે અપરોક્ષાનુભૂતિ વખતના કેટલાક ખાસ અનુભવા.
ડૉ. સર્વપલ્લી રાધાકૃષનના શબ્દોમાં કહીએ તો –
“એ દર્શનની–એ સાક્ષાત્કારની–સાથે નિરવધિ આનંદ આવે છે; જેને બુદ્ધિ પહોંચી ન શકે તેવું જ્ઞાન આવે છે; ખુદ જીવનના કરતાંયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org