________________
૨૨૪ આત્મજ્ઞાન અને સાધનાપથ
છે. માટે, કઈ પ્રક્રિયા શ્રેષ્ઠ છે એ વિવાદમાં ન અટવાતાં, પોતાને જેમાં રુચિ જાગે તે પ્રક્રિયા અનુસાર સાધકે નિત્ય, નિયમિતપણે, અભ્યાસ કરવો શ્રેયસ્કર છે.
નિશ્ચિત મંજિલે પહોંચવા નીકળેલો પથિક પોતાનાં સાધન-સંયોગ અનુસાર મુસાફરીના તે તે તબક્કાને અનુરૂપ વાહન સ્વીકારે. તે પછી, એ વાહન સાચી દિશામાં આગળ વધી રહ્યું છે કે નહિ એ ચકાસણી સૌથી વધુ મહત્ત્વની બની રહે છે. એ જ રીતે, મુમુક્ષુ કોઈ એક સાધન સ્વીકારે તે પછી એની સાધના સાચી દિશામાં વહેતી રહે છે કે કેમ એ જોવું મહત્ત્વનું છે. કેવળ ‘મોક્ષ જ જોઈએ છે' એ નિષ્ઠા હોય અને સાધક જાગૃત રહી તટસ્થપણે આત્મનિરીક્ષણ કરતો રહે તો તેની એ ઉત્કટ મુમુક્ષા અને શુદ્ધ નિષ્ઠા જ તેને તેની વિકાસભૂમિકાને અનુરૂપ સાધના પ્રત્યે સ્વયં વાળશે અથવા પથદર્શક સદ્ગુરુ પાસે એને દોરી જશે.
સાધક જેના અવલંબને દેહાત્મબુદ્ધિથી તેમજ ‘અહં’થી ક્રમશ: મુક્ત થઈ શકતો હોય, જેમાં કર્તા-ભોક્તાભાવને પોષણ ન મળતું હોય પણ એ ભાવોમાંથી ક્રમશ: બહાર અવાતું હોય તે સાધના મુમુક્ષુને માટે ઇષ્ટ છે. સૌ સાધન બંધન થયાં ...'/કયારે?
કોઈ પણ પ્રક્રિયાનું અનુસરણ હોય, તેમાં ‘અહં’‘હું’ પ્રવેશી તેને નિષ્ફળ બનાવે છે. શ્રી જે. કૃષ્ણમૂર્તિ કહેતા કે ‘Truth is a pathless land” અર્થાત્ મુક્તિ સુધી લઈ જતો કોઈ વટાયેલો માર્ગ નથી; અને તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રે પણ કહ્યું કે “સૌ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય”–એ બંને વચનોનું તાત્પર્ય એ છે કે કોઈ એક વિશિષ્ટ સાધનાપદ્ધતિને અનુસરવાથી નિશ્ચિતપણે મુક્તિ મળે જ એવું નથી; સાધક ગમે તે પ્રણાલીને અનુસરતો રહે પણ પ્રત્યેક સાધકે અહંથી મુક્ત રહેવાની યુક્તિ/હથોટી તો જાતે જ મેળવી લેવી પડે.
સાધના જેમ જેમ આગળ વધે તેમ અહં પણ જુદાં જુદાં સૂક્ષ્મ સ્વરૂપો લે છે. યોગસાધના દ્વારા કોઈક વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી લેવાની કામના કે સમાજમાં પોતાનું વૈશિષ્ટય સ્થાપિત કરી દેવાનું સપનું સિદ્ધ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org